Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મકાઈની આડમાં દારૂની હેરાફેરી, પંચમહાલ LCBએ પર્દાફાશ કર્યો:₹39 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો

    14 hours ago

    પંચમહાલ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ગોધરાને મોટી સફળતા મળી છે. મોરવા (હડફ) તાલુકાના સંતરોડ પાસે હાઈવે પર નાકાબંધી દરમિયાન, મકાઈની બોરીઓની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ટ્રક સહિત કુલ ₹39.96 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે. પંચમહાલ ગોધરા રેન્જ IG વિધિ ચૌધરી અને એસ.પી. ડૉ. હરેશ દૂધાતના માર્ગદર્શન હેઠળ LCB ઇન્ચાર્જ પી.આઈ. આર.એ. પટેલની ટીમે પેટ્રોલિંગ સઘન બનાવ્યું હતું. આ દરમિયાન ASI નાદીરઅલી નિઝામુદ્દીનને ચોક્કસ બાતમી મળી હતી કે, એક એલ.પી. ટ્રક (GJ-05-AT-1848) માં મકાઈની આડમાં દારૂનો જથ્થો દાહોદથી ગોધરા તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે સંતરોડ ગામે આદ્યા હોટલ સામે હાઈવે પર નાકાબંધી કરવામાં આવી હતી. શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરતા ઉપરના ભાગે મકાઈની બોરીઓ ભરેલી હતી, પરંતુ તેની નીચે તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓ અને બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹39,49,084/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં ૯૩૬૦ નંગ વિદેશી દારૂ અને બીયર (કિંમત ₹28,69,584/-), એક ટાટા એલ.પી. ટ્રક (કિંમત ₹10,00,000/-), ૧૦૦ નંગ મકાઈની બોરીઓ (કિંમત ₹70,000/-) અને ₹9,500/- રોકડ તથા મોબાઈલનો સમાવેશ થાય છે. આ ગુનામાં પોલીસે ઈરફાનખાન સલીમખાન (રહે. નપાવલી, જિ. ચિત્તોડગઢ, રાજસ્થાન) નામના શખ્સની ધરપકડ કરી છે. તેની વિરુદ્ધ મોરવા (હડફ) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    છોટાઉદેપુરમાં પ્રથમવાર મહિલા ટીમો ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉતરી:જિલ્લા પંચાયતની વહીવટી પાંખ ટુર્નામેન્ટનો કલેક્ટર ગાર્ગી જૈને પ્રારંભ કરાવ્યો
    Next Article
    હિંમતનગરમાં 29 માર્ચે 3071 વિદ્યાર્થીઓ ગુજકેટ પરીક્ષા આપશે:તમામ 16 પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ, બેઠક નંબર લખવાની કામગીરી પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment