Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં 29 માર્ચે 3071 વિદ્યાર્થીઓ ગુજકેટ પરીક્ષા આપશે:તમામ 16 પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ, બેઠક નંબર લખવાની કામગીરી પૂર્ણ

    12 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 29 માર્ચે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) 2026ની પરીક્ષા યોજાશે. કુલ 3071 વિદ્યાર્થીઓ 16 કેન્દ્રો પર આ પરીક્ષા આપશે, જેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. પરીક્ષાને લઈને તમામ 16 કેન્દ્રો પર બ્લોકમાં બેઠક નંબર લખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં 20 બ્લોકમાં 400 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યાં શનિવારે બેઠક નંબર લખવામાં આવ્યા હતા. આચાર્ય દ્વારા શિક્ષકો સાથે બેઠક યોજીને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત આ પરીક્ષા સવારે 10 થી સાંજે 4 કલાક દરમિયાન લેવાશે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં ગ્રુપ-A માં 914, ગ્રુપ-B માં 2145 અને ગ્રુપ AB માં 12 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. માધ્યમ મુજબ, 2506 વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં અને 564 વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપશે. તમામ 16 પરીક્ષા કેન્દ્રોના 157 બ્લોક સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ શકે.
    Click here to Read More
    Previous Article
    મકાઈની આડમાં દારૂની હેરાફેરી, પંચમહાલ LCBએ પર્દાફાશ કર્યો:₹39 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો
    Next Article
    આઈજી નિર્લિપ્ત રાયનો જામનગરમાં આકરો સપાટો:મુલાકાતના ગણતરીના કલાકોમાં જ વ્હાઇટ હાઉસના બોતેર ગેરકાયદેસર રૂમો પર બુલડોઝર ફેરવી દેવાયું; ભૂમાફિયાઓમાં ફફડાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment