Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઈજી નિર્લિપ્ત રાયનો જામનગરમાં આકરો સપાટો:મુલાકાતના ગણતરીના કલાકોમાં જ વ્હાઇટ હાઉસના બોતેર ગેરકાયદેસર રૂમો પર બુલડોઝર ફેરવી દેવાયું; ભૂમાફિયાઓમાં ફફડાટ

    10 hours ago

    રાજકોટ રેન્જ આઈજી તરીકે પદભાર સંભાળ્યા બાદ નિર્લિપ્ત રાય એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. જામનગરની મુલાકાત દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરતાની સાથે જ તેમણે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો સામે લાલ આંખ કરી છે. વોર્ડ નંબર 12ના નિરીક્ષણના ગણતરીના કલાકોમાં જ તંત્રએ પટ્ટણીવાડ અને ખાટકીવાડ વિસ્તારમાં આવેલા કુખ્યાત 'વ્હાઇટ હાઉસ' પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. માત્ર બે કલાકમાં જ તંત્ર હરકતમાં આઈજી નિર્લિપ્ત રાયે જ્યારે વોર્ડ નંબર 12ના વિસ્તારોની મુલાકાત લીધી, ત્યારે ગેરકાયદે ખડકાયેલા બાંધકામોની વિગતો તેમની સામે આવી હતી. તેમણે તાત્કાલિક અસરથી આ બાંધકામો દૂર કરવા આદેશ આપતા જ પોલીસ કાફલો અને મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય થયું હતું. આશ્ચર્યજનક રીતે, આદેશના માત્ર બે જ કલાકમાં 72 જેટલા ગેરકાયદે રૂમોને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. ઓપરેશનનો આકાશી નજારો આ સમગ્ર ઓપરેશનનો આકાશી નજારો પણ સામે આવ્યો છે. ડ્રોન ફૂટેજમાં ગીચ અને ગેરકાયદેસર રીતે ખડકાયેલા 'વ્હાઇટ હાઉસ'નો વિસ્તાર બુલડોઝરની કાર્યવાહી બાદ કાટમાળના ઢગલા અને ખુલ્લી થયેલી જમીનમાં ફેરવાઈ ગયો હોવાનું સ્પષ્ટ દેખાય છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરી ઝડપી અમલીકરણ અને કડક વહીવટનું ઉદાહરણ પૂરું પાડે છે. સામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો આઈજી નિર્લિપ્ત રાયની આ કડક કાર્યવાહીથી સ્થાનિક ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં હજુ પણ શહેરના અન્ય વિસ્તારોમાં રહેલા દબાણો અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર આનાથી પણ વધુ કડક પ્રહાર કરવામાં આવશે તેવી શક્યતા છે. તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, "કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં નહીં આવે. આ કાર્યવાહી માત્ર શરૂઆત છે."
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં 29 માર્ચે 3071 વિદ્યાર્થીઓ ગુજકેટ પરીક્ષા આપશે:તમામ 16 પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ, બેઠક નંબર લખવાની કામગીરી પૂર્ણ
    Next Article
    Narmada Protest | નર્મદા પરિક્રમમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરતા સેવા ભાવિ સંસ્થાઓનો વિરોધ | Narmada

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment