Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૈનમુનિ સામે સાધ્વીજી અને શ્રાવિકાઓના શોષણનો આક્ષેપ:સુરત પધારેલા જૈનમુનિના વિરોધમાં જૈન સમાજની મહિલાઓ રસ્તા પર ઉતરી, કહ્યું- 'આને સામાન્ય કપડા પહેરાવી પરત સંસારમાં મોકલી દો'

    17 hours ago

    સુરતમાં જૈન સમાજમાં એક મોટો વિવાદ ગરમાયો છે. એક જૈન મુનિ દ્વારા સાધ્વીજીઓ અને શ્રાવિકાઓનું શારીરિક શોષણ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે મોટી સંખ્યામાં જૈન સમાજની મહિલાઓ રોડ પર ઉતરી આવી હતી. આક્રોશિત મહિલાઓએ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી મુનિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે PM મોદી પાસે CBI તપાસની માંગ પણ કરવામાં આવી રહી છે. સાધ્વીજી અને શ્રાવિકાઓના શારીરિક શોષણનો આક્ષેપ મહિલાઓ અને સમાજના અગ્રણીઓ દ્વારા મુનિ સામે નીચે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આક્ષેપ છે કે સંબંધિત જૈન મુનિ છેલ્લા ઘણા વર્ષોથી સાધ્વીજીઓ અને શ્રાવિકાઓનું શારીરિક શોષણ કરી રહ્યા છે. મુનિ પર સંઘના લાખો-કરોડો રૂપિયાની ઉચાપત કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આટલા ગંભીર આક્ષેપો અને ફરિયાદો હોવા છતાં સંઘના ટ્રસ્ટીઓ કે શ્રેષ્ઠીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા ન હોવાથી મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૈન સમાજની સર્વોચ્ચ સંસ્થા 'તપાગચ્છિય પ્રવર સમિતિ' દ્વારા આ મુનિને અગાઉ જ સંઘમાંથી બહાર (બહિષ્કૃત) કરી દેવામાં આવ્યા છે, તેમ છતાં તેઓ હજુ પણ વિવિધ સંઘોમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગ આજે પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલી મહિલાઓએ માંગ કરી હતી કે, હાલ આ મુનિ સુરતમાં જ હોવાથી તેમને તાત્કાલિક ઉપાશ્રયમાંથી બહાર લાવવામાં આવે. તેમને જૈન મુનિના પદ પરથી હટાવી (દીક્ષા મુકાવી) સામાન્ય કપડાં પહેરાવવામાં આવે. તેમની સામે અગાઉ થયેલી બે પોલીસ ફરિયાદો પર ત્વરિત અને કડક કાર્યવાહી કરવામાં આવે. આ મુનિ સાધ્વીજીઓ અને સમાજની બહેન-દીકરીઓ માટે મોટો ખતરો છે. થોડા દિવસો પહેલા જ્યારે સમાજના લોકો વિરોધ કરવા ગયા ત્યારે ત્યાંના ટ્રસ્ટીઓએ પણ ગેરવર્તન કર્યું હતું. હવે અમને માત્ર કાયદાકીય ન્યાય જોઈએ છે. સમગ્ર જૈન શાસનની છબી ખરડાઈ થોડા દિવસો પહેલા જ્યારે મુનિના રોકાણના સ્થળે વિરોધ કરવા લોકો ગયા હતા, ત્યારે ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલા કથિત ગેરવર્તનને કારણે મામલો વધુ બિચક્યો છે. સમાજના લોકોનું કહેવું છે કે આવા તત્વોને કારણે સમગ્ર જૈન શાસનની છબી ખરડાઈ રહી છે. હાલમાં પોલીસ આ મામલે રજૂઆતો સાંભળી રહી છે અને આગામી સમયમાં આ જૈન મુનિ સામે કયા પ્રકારના કાયદાકીય પગલાં લેવાય છે તેના પર સૌની મીટ મંડાણી છે. બોલતા પણ શરમ આવે છે: મહિલા નિકિતા નામની મહિલાએ જણાવ્યું હતું કે, એમનું વર્તન તો કયા શબ્દોમાં બોલવુંને, એ બોલતા પણ મને શરમ આવે છે. પહેલી વસ્તુ તો એ સુરતમાં પગ કેવી રીતે મૂક્યો? એ અમારા પોતાના સાધ્વીજી મહારાજ સાહેબ જે અમારા માટે એક સન્માનનીય વ્યક્તિ કહેવાય એમની સાથે એ દુષ્કર્મ કરીને આવ્યા. એને સુરતમાં પહેલા તો પગ જ નહોતો મૂકવા દેવો જોઈતો. એ સુરતમાં પગ મૂક્યો, અમારા ભાઈઓ શું કરે છે ખબર નથી, અમારે લેડીઝોએ, છોકરીઓએ, જૈન ધર્મની શ્રાવિકાઓએ આગળ આવવું પડ્યું છે. 'વેશ પરિવર્તન કરાવીને સંસારમાં હમણાં ને હમણાં જ લાવી દો' એ સુરતમાં ધાનેરા નિવાસે ઉપાશ્રયમાં પ્રતિષ્ઠા કરવા માટે આવ્યા છે. એ પ્રતિષ્ઠા તો એમને કેવી રીતે કરાવી શકાય? એ અમારા ભગવાનને ટચ પણ ન કરી શકે. એ વ્યક્તિ અમારા શાસનની શોભા શોભાવી શકે એમ જ નથી. એ વ્યક્તિને ગમે તેમ કરીને વેશ પરિવર્તન કરાવીને સંસારમાં હમણાં ને હમણાં જ લાવી દેવો જોઈએ. સુરતમાં તાત્કાલિક કમિટી બેસાડીને ગમે તે કરીને એને હમણાં ને હમણાં રવાના જ કરવો જોઈએ. 'સંસારના કપડાં પહેરાવી સંસારમાં મોકલી દો' મોના નામની મહિલાએ જણાવ્યું હતું કે, અમારો વિરોધ એ જ છે કે આવા પાખંડી વ્યક્તિઓ જ્યારે જૈન ધર્મને બદનામ કરી રહ્યા હોય ત્યારે તેમને સંસારના કપડાં પહેરાવી સંસારમાં મોકલી દો, બસ બીજી કોઈ જ માંગ નથી. અમને યૂટ્યૂબના માધ્યમથી, ઘણી બધી વાર ન્યૂઝપેપરમાં પણ આવ્યું છે, પેપર કટિંગ્સ પણ છે અમારી પાસે. એ માધ્યમથી અમને આ વસ્તુઓ ખબર પડી છે. બહેન-દીકરીઓ ઉપાશ્રયમાં જશે કેવી રીતે? હું જ્યારે એક સ્ત્રી છું ત્યારે સ્ત્રી સાથે કોઈ બદતમીઝી કરે કે કોઈ દુરાચાર કરે તો એ કેમ ચલાવી લેવું? એ વસ્તુ વ્યાજબી જ નથી ને! છેલ્લા ઘણા ટાઈમથી આ વિરોધ ચાલુ છે. પહેલા ભાઈઓ કરતા હતા પણ એમ લાગ્યું કે જ્યારે ભાઈઓથી હવે કાંઈ થઈ રહ્યું નથી, ત્યારે એમ થયું કે ના.. સ્ત્રી સશક્તિકરણનું એક સજ્જડ ઉદાહરણ આપણે ઉભું જ રહેવું પડશે. જો અમે નહીં કરીએ તો અમારી બહેન-દીકરીઓ ઉપાશ્રયમાં જશે કેવી રીતે? જૈન સાધુ ક્યારેય પૈસાને અડે નહીં તો આ લોકોના નામની જે પણ પ્રોપર્ટી હોય માંગ એક જ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, કે તમે ધર્મના ચાહક છો, જૈન ધર્મ પ્રેમી છો, તો તમે આના માટે કડકમાં કડક પગલાં લો. અમારા જૈન સાધુ ક્યારેય પૈસાને અડે નહીં તો આ લોકોના નામની જે પણ પ્રોપર્ટી હોય એ તમે જોઈ લો જે કરવું હોય એ... અને બીજું કે એમના માટે કડકમાં કડક પગલાં લઈ એમને આ વેશ પરિવર્તન કરાવી સંસારમાં મોકલી દો, કપડાં બદલાવી દો. CBI માં ઈન્વેસ્ટિગેશન કરાવો જીનલ નામની મહિલાએ જણાવ્યું કે, અમારો વિરોધ એક જ છે કે એ સાધુ સુરતના વેસુમાં પ્રતિષ્ઠા માટે આવ્યો છે પણ દુરાચારના હાથે ક્યારેય અમારા ભગવાનની પ્રતિષ્ઠા થવી જ ના જોઈએ. એમના વિરુદ્ધ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વાત કરીને CBI માં ઈન્વેસ્ટિગેશન કરાવો અને આ દુષ્કૃત્ય જે થાય છે એના માટે એને સંસારમાં લાવી દો અને એના કપડાં બદલાવીને એને સંસાર ભેગો કરો બાકી આ દુષ્કૃત્યો તો નહીં જ ચાલે.
    Click here to Read More
    Previous Article
    દીકરીઓના ભાગી જવા મુદ્દે આનંદીબેન બગડ્યાં:પાટીદારોને કડકાઇથી બે હિન્ટ આપી, વિદ્યાર્થીઓએ કુલપતિને દોડાવ્યા, હાંફતા હાંફતા સાહેબે ખાતરી આપવી પડી
    Next Article
    છોટાઉદેપુરમાં પ્રથમવાર મહિલા ટીમો ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉતરી:જિલ્લા પંચાયતની વહીવટી પાંખ ટુર્નામેન્ટનો કલેક્ટર ગાર્ગી જૈને પ્રારંભ કરાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment