Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતાના હાથમાંથી દીકરી છટકીને પાણીની ટાંકીમાં પડી:બચાવી ના શકતા આરોપ ન આવે તે માટે ઢાંકણું બંધ કરી ઉપર તગારુ મૂક્યું, પતિએ ફરિયાદ કરતા પત્નીની ધરપકડ

    4 days ago

    અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં માવતરને લજવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અઢી મહિનાની દીકરી પાણીની ટાંકીમાં પડી ગયા બાદ પણ માતાએ તેને બચાવી નહી અને પોતાની ભૂલ ઢાંકવા માટે ટાંકીનું ઢાંકણ બંધ કરીને તેના ઉપર તગારૂ મુકી દીધુ હતું. આ અંગે અમરાઈવાડી પોલીસે માતા સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી ધરપકડ કરી છે. પતિએ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સિધ્ધેશ્વરી નગર બાગે ફિરદોસ પોલીસ લાઈનની સામે રહેતા દિપક મકવાણાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પત્ની મોનીકા મકવાણા વિરૂદ્ધ બદઈરાદે હત્યાની ફરિયાદ કરી છે. દિપક મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના અખિયાણા ગામના રહેવાસી છે અને માતા-પતિ અને પત્ની મોનીકા સાથે રહે છે. દિપક લેથ મશીનના કારખાનામાં ઓપરેટર તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવે છે. દિપક અને મોનીકાને બે દીકરીઓ છે. જેમાં એક સાત વર્ષની છે જ્યારે બીજી દીકરી અઢી મહિનાની છે. ગેસના બાટલાની લાઇનમાં ઉભો હતો ત્યાં પડોશીનો ફોન આવ્યો દિપક રાબેતા મુજબ નોકરી જવા માટે નીકળ્યો હતો ત્યારે તેની પત્ની મોનીકા અને બે દીકરી ઘરે હાજર હતી. દિપકને ગેસનો સિલિન્ડર બુક કરવાનો હોવાથી તે અમરાઈવાડી લાઈનમાં ઉભો હતો ત્યારે તેમના પડોશી હંસાબેનનો ફોન આવ્યો હતો અને કહ્યુ હતું કે ફટાફટ ઘરે આવી જાઓ. દિપક તરત જ ઘરે પહોંચતા લોકોનું ટોળુ જોયુ હતું. લોકો બાળકીની પીઠ થાબડતા હતા જેથી દિપક ચિંતામાં આવી ગયો હતો. દિપકે પૂછ્યુ તો આસપાસના લોકોએ જણાવ્યુ કે તમારી દીકરી પાણીમાં પડી ગઈ છે. પત્નીએ રડતાં-રડતાં કહ્યું મારીથી ભૂલ થઈ ગઈ દિપક તેની પત્ની મોનીકા પર ગિન્નાયો હતો અને કહેવા લાગ્યો હતો કે તુ શું ધ્યાન રાખે છે તે કેવી રીતે પડી ગઈ. આસપાસના લોકોએ દિપકને કહ્યુ કે તુ ગુસ્સો ના કરીશ શાંતિ રાખ દીકરીને દવાખાને લઈ જઈએ છે. દિપક મોનીકા તેની દીકરીને હોસ્પિટલ લઈ ગયા જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. દીકરીના મોત બાદ મોનીકાએ રડતા રડતા દિપકને કહ્યુ કે મારાથી ભુલ થઈ ગઈ છે. મોનીકાએ જણાવ્યુ કે આપણા ઘરના ઉપરના માળે પાણી ચઢાવવા માટે મોટરની સ્વીચ પાડવા માટે નીચે ગઈ હતી ત્યારે દીકરી મારી સાથે હતી. પોતાના પર આરોપ ના આવે તે માટે ઉપર તગારું મૂકી દીધું મોનીકાનો પગ પોતા ઉપર આવતા દીકરી તેના હાથેથી છટકી ગઈ હતી અને સીધી પાણીની ટાંકીમાં પડી હતી.મોનીકાએ દીકરીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે અંદર સુધી જતી રહી હતી જેથી તે ગભરાઈ ગઈ હતી. મોનીકા ઉપર આરોપ આવે નહી તેવા ડરથી તેણે ટાંકીનું ઢાંકણુ બંધ કરી દીધુ હતું અને તેની ઉપર તગારૂ મુકી દીધુ હતું. પોલીસે આ મામલે ગુનો નોંધીને મોનીકાની ધરપકડ કરી છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદી નોઈડા એરપોર્ટ પહોંચ્યા, થોડીવારમાં ઉદ્ઘાટન કરશે:એશિયાનું સૌથી મોટું એરપોર્ટ; CM યોગીએ કહ્યું- આ યુપીના વિકાસનો રનવે
    Next Article
    અમદાવાદમાં યુવતી પર એસિડ એટેક, CCTV:બાઇક પર આવેલો એક શખ્સ રાહ જોઈને જ ઊભો હતો, યુવતી આવતા જ એસિડ ફેંકીને ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment