Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શામળાજીના જંગલોમાં ભીષણ આગ:વનરાજી બળીને ખાખ, આગનું કારણ અકબંધ

    2 days ago

    અરવલ્લી જિલ્લાના શામળાજી નજીકના જંગલોમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. હોળી પછીના સમયમાં અરવલ્લીના જંગલ વિસ્તારોમાં દર વર્ષે આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો હોય છે, ત્યારે આ ઘટના બની હતી. યાત્રાધામ શામળાજી અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે. રાત્રી દરમિયાન અચાનક લાગેલી આ આગ શરૂઆતમાં ધુમાડા સ્વરૂપે દેખાઈ હતી, પરંતુ જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા જંગલ વિસ્તારમાં પ્રસરી ગઈ હતી, જેના કારણે વનરાજી બળીને ખાખ થઈ ગઈ હતી. આગની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં બીજી વખત આગ લાગી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં ચૈત્ર નવરાત્રીનું સમાપન:હરસિદ્ધિ માતાજી મંદિરે માંડવી ઉત્થાપન સાથે પૂર્ણાહુતિ
    Next Article
    વેરાવળમાં તંત્રની ઉદાસીનતા સામે જનાક્રોશ:વોર્ડ નં. 5માં શ્વાનોના આતંકથી રહીશો ભયભીત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment