Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડા હાઇવે પર ટ્રિપલ અકસ્માત, બાઇક ચાલક ગંભીર:ભગુપુરા અન્ડરપાસ પાસે ટ્રક-આઇસર-બાઇક વચ્ચે ટક્કર, ચાલકો ફરાર

    2 days ago

    ખેડા નેશનલ હાઇવે પર ભગુપુરા અન્ડરપાસ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, એક લોડિંગ ટ્રકે પૂરપાટ ઝડપે આવીને અન્ડરપાસમાંથી પસાર થઈ રહેલા આઇસર કન્ટેનરને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે સામેથી આવી રહેલો એક બાઇક સવાર પણ તેની અડફેટે આવી ગયો હતો. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અકસ્માત બાદ ટ્રક અને આઇસર કન્ટેનરના ચાલકો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ધોરાજી નજીક ખાનગી બસ ત્રણ પલટી ખાઈ ગઈ:બસ ધાંગધ્રાથી ધોરાજી તરફ આવતી હતી, એક્સલ ભાંગી ; 22 મુસાફર ઘાયલ, 4 ગંભીર
    Next Article
    પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ:પિયરથી 1 લાખ મંગાવ્યા છતાં ત્રાસ આપતાં પરિણીતાએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment