Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રી કાંતિ અમૃતિયાએ દાદાગીરી કરનારાઓને ચેતવણી આપી:મોરબીમાં જાહેર સભામાં શાંતિ જાળવવા ટકોર; કેન્સરની સારવાર બાદ પ્રથમ વખત મોરબી આગમન થયું

    2 days ago

    મોરબીના રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા કેન્સરની સારવાર પૂર્ણ થયા બાદ પ્રથમ વખત મોરબી પધાર્યા હતા. તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં હાથીની અંબાડી પર રેલી યોજાઈ હતી અને બાદમાં બાપાસીતારામ ચોકમાં જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં તેમણે રાજકીય અને પોલીસના નામે દાદાગીરી કરનારાઓને કડક ચેતવણી આપી હતી. મંત્રી અમૃતિયાની કેન્સરની સફળ સારવાર પૂર્ણ થતાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. મોરબીના દરબારગઢથી બાપાસીતારામ ચોક સુધી તેમની રેલી યોજાઈ હતી, જેમાં તેમને હાથીની અંબાડી પર બેસાડવામાં આવ્યા હતા. મોરબીના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્ય મંત્રી તરીકે તેઓ ફરીથી સક્રિય થયા છે. જાહેર સભાને સંબોધતા મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીની શાંતિ અને સલામતી પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રાજકીય કે પોલીસના સંબંધોનો ઉપયોગ કરીને દાદાગીરી અને લુખ્ખાગીરી કરનારાઓને સાંખી લેવામાં આવશે નહીં અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કાંતિભાઈ અમૃતિયાની કેન્સરની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તેમના ટેકેદારો અને શહેર ભાજપની ટીમે જુદા જુદા મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ અને ખોખરા હનુમાન મંદિરે યજ્ઞનું આયોજન કર્યું હતું. આશીર્વાદ અને સમર્થન બદલ તેમણે પોતાના ટેકેદારો, ટીમ અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સભાને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પણ સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે, કાંતિભાઈની સારવાર દરમિયાન કેટલાક લોકો દ્વારા કુપ્રચાર કરવામાં આવ્યો હતો, પરંતુ અનેક લોકોના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી તેઓ સ્વસ્થ થઈ ગયા છે. તેમણે પરોક્ષ રીતે વિરોધીઓ પર પણ પ્રહાર કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ઇઝરાયલે ઇરાનના ન્યુક્લિયર ઠેકાણાઓ પર હુમલો કર્યો:યુરેનિયમ પ્લાન્ટને ટાર્ગેટ કર્યો; ઇરાનના વિદેશ મંત્રીએ કહ્યું- ભારે કિંમત ચૂકવવી પડશે
    Next Article
    રાજ્યમાં પ્રાથમિક શાળાઓનો સમય બદલાયો:1 એપ્રિલથી સવારના સત્રમાં શરૂ થશે વર્ગો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment