Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છ જિલ્લો રામમય થયો:રામનવમીના પર્વ પર ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો, મહાઆરતી, શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

    13 hours ago

    ભગવાન રામના જન્મોત્સવ તરીકે ઉજવાતી રામનવમી નિમિત્તે કચ્છભરમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો હતો. શહેરથી ગામો સુધી મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રામભક્તિના ગુંજતા જયઘોષ સાથે ભક્તોએ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આ અવસર પર વિવિધ સ્થળોએ શોભાયાત્રાઓ, રામધૂન અને પ્રસાદ વિતરણનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રામનવમીના આ દિવસે કચ્છની ધરતી ભક્તિમય રંગે રંગાઈ ગઈ હતી, જે લોકઆસ્થા અને સંસ્કૃતિની ઝલક પ્રગટ કરતી હતી. ઝુરા : ઝુરા ભાનુશાલી મહાજન અને ભાનુશાલી યુવા સર્કલ દ્વારા ભગવાન રામ જન્મોત્સવ અને ઓધવરામ બાપાનો 137મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં કળશ સ્થાપન, મૂર્તિ સ્નાન, આરતીનો ચડાવો, આરતી, ધ્વજારોહણ, શોભાયાત્રા તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમધામ, અંજાર : અયોધ્યામાં રામનવમીના મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું હતું. આ જ દિવસે છપૈયામાં ભગવાન સ્વામિનારાયણનું પણ પ્રાગટ્ય થયું હતું. માટે આ દિવસે ભક્તોએ સાથે મળી વિશેષ ભજન કરવું એવી લક્ષ્મીનારાયણ સંહિતામાં મહારાજની આજ્ઞા પ્રમાણે અંજાર પરમધામ મંદિરે શ્રીરામ ઘનશ્યામ જન્મોત્સવની હરિભક્તોના સંગાથે ઉજવણી કરાઈ હતી. મંદિર પરિસરમાં પ્રગટ બિરાજમાન બાલકૃષ્ણ પ્રભુનો સમૂહ મહાઆભિષેક, અન્નકૂટ ઉત્સવ અને ધૂન ભજન સત્સંગ સભાનું આયોજન ઓમ અનાદિ શ્રીકૃષ્ણ નારાયણ હરિ સત્સંગ મંડળ અંજાર દ્વારા કરાયું હતું. મહાભિષેકથી સ્નાન, મહા આરતી સહિતના આયોજન કરાયા હતા. ઓમ અનાદિ શ્રીકૃષ્ણ નારાયણ હરિ સત્સંગ મંડળની બહેનો દ્વારા શ્રી બાલકૃષ્ણ ભગવાનને 56 ભોગના વિવિધ જાતના પકવાન- મીઠાઈ સાથે અન્નકૂટ ધરાવવામાં આવ્યો અને મંદિર પરિસરમાં પ્રાચીન તેમજ અર્વાચીન રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. પ્રમુખ ગોવિંદ ભગત નારણભાઈ માલસતર, ટ્રસ્ટી મંડળ તથા યુવા મંડળે જહેમત ઉઠાવી હતી. વાંઢાય : રામ મંદિરે બપોરે રામ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે કચ્છભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ભક્તો લાઇનમાં ઊભા રહીને ભગવાન રામના દર્શન કર્યા હતા એવું મંદિરના પૂજારી રોહિત અબોટીએ જણાવ્યું હતું. મંગવાણા : પ્રાચીન ઠાકર મંદિરે પૂજન અર્ચન સાથે ઉજવણી કરાઈ હતી. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ રામ ભગવાનની આરતી તથા રામભાવ ભજનો રજૂ કર્યા હતા. બાદમાં પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. વ્યવસ્થા હરેશ પંડ્યા, શૈલેષ પંડ્યા, સંગીતાબેન પંડ્યાએ સંભાળી હતી એવું અરાધનાબેને જણાવ્યું હતું. વિથોણ : વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વિથોણ પ્રખંડ દ્વારા બાઈક રેલી યોજાઈ હતી. કથાકાર જગદીશ મહારાજ તથા સંત મુકુંદાનંદ મહારાજે પ્રસ્થાન કરાવી હતી. જે વિથોણથી ધાવડા, દેવપર, સાયરા, આણંદપર, પલીવાડ, મંજલ, રામનગરી, દેશલપર થઈને રામ મંદિર ખાતે સભામાં પરિવર્તિત થઈ હતી. પ્રસ્તાવના પ્રખંડના કાર્યકારી અધ્યક્ષ ડો. સુધીર પાલેજા દ્વારા મુકાઈ હતી. વિરાણીના સંત સુરેશદાસ મહારાજે કહ્યું કે વર્તમાનમાં હિન્દુ સમાજને એક થવાની ખૂબ જરૂરી છે. અક્ષય ઠક્કરે પ્રત્યેક ગામમાં સાપ્તાહિક સત્સંગ તથા RSSની શાખાઓ લગાવવા પર ભાર મૂક્યો હતો. જિલ્લા મંત્રી નાજાભાઇ ભરવાડ, ચંદુભાઈ રૈયાણી, દિનેશ ગજ્જર, દિનેશ જોશી હાજર રહ્યા હતા. સામૂહિક મહાપ્રસાદનું આયોજન ઉમિયાધામ વાંઢાય દ્વારા કરાયું હતું. સંચાલન કિશોર છાભૈયા અને આભાર દર્શન અધ્યક્ષ સંદીપ મોરેશિયાએ કર્યું હતું તેમ કૃષ્ણકાંત પંડ્યાએ જણાવ્યું હતું. માંડવી: સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન રામ તથા ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય પર્વ નિમિત્તે શોભાયાત્રા યોજાઈ હતી. જેને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, હિન્દુ યુવા સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા તથા સંતોએ પ્રારંભ આપ્યો હતો. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. આઝાદ ચોક અને લુહાર ચોક ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આકર્ષક ઝાંખીઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. નખત્રાણા : હિન્દુ યુવા સંગઠન ટીમ દ્વારા વિશાળ શોભાયાત્રા યોજી હતી. બજરંગ ગ્રાઉન્ડથી રામાણી ગ્રાઉન્ડ સુધી રામનામ ગુંજી ઉઠ્યું હતું. બપોર બાદ વેપારીઓએ સ્વયંભુ બંધ પડી મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. બાદમાં ધર્મસભા યોજાઈ હતી. સમગ્ર હિન્દુ યુવા સંગઠન ટીમ નખત્રાણાના વિવિધ સમાજો રેલીમાં જોડાયા હતા. નખત્રાણા ભાજપ પરિવાર દ્વારા છાશનું વિતરણ કરાયું હતું. નખત્રાણા પી.આઈ. જે.ડી. સરવૈયા, પી.એસ.આઇ. આર.ડી બેગડીયા તથા પોલીસ સ્ટાફે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી.
    Click here to Read More
    Previous Article
    માનસ મુકુરાષ્ટક રામકથાનો 7મો દિવસ:જગત કલ્યાણ અને મંગલકાર્યો માટે પ્રભુ રામે જન્મ લીધો
    Next Article
    26 એપ્રિલ સુધી કરી શકાશે આઇ ખેડૂત પોર્ટલમાં અરજી:ખેડૂતોને સોલારથી લઈને વિવધ 42 સાધનો ખરીદવા મળશે સહાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment