Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    26 એપ્રિલ સુધી કરી શકાશે આઇ ખેડૂત પોર્ટલમાં અરજી:ખેડૂતોને સોલારથી લઈને વિવધ 42 સાધનો ખરીદવા મળશે સહાય

    11 hours ago

    ખેતીવાડી ખાતા દ્વારા વર્ષ 2026-27 માટે ખેડૂતોને વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે આઇ ખેડૂત પોર્ટલ તા. 27 માર્ચથી 26 એપ્રિલ સુધી ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રો પોર્ટલ પર જઈને પોતાની અરજી કરી શકશે. આ યોજનાઓ હેઠળ કુલ 42 જેટલા વિવિધ ઘટકો માટે સહાય આપવામાં આવશે. જેમાં કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પાવર ટીલર, પમ્પ સેટ, પાક સંરક્ષણ સાધનો, તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ માટે ગોડાઉન, માલ વાહક વાહન તેમજ સ્માર્ટફોન ખરીદી જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ તમામ સાધનો ખેતીને આધુનિક બનાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. અરજી કરતા પહેલાં ખેડૂતો માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે. ખેડૂતોએ પોતાના આધારકાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર મળતા OTP દ્વારા અથવા બાયોમેટ્રિક પદ્ધતિથી આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. અગાઉથી નોંધાયેલા તેમજ નવા બંને પ્રકારના ખેડૂતો માટે આ પ્રક્રિયા જરૂરી છે. આ યોજનાઓથી ખેડૂતોને આધુનિક ખેતી સાધનો સબસિડી દરે ઉપલબ્ધ થશે, જેના કારણે ખેતી ખર્ચમાં ઘટાડો થશે અને ઉત્પાદન ક્ષમતા વધશે. સોલાર પાવર યુનિટ અને પમ્પ સેટ જેવી સુવિધાઓથી વીજળી અને પાણીની સમસ્યામાં રાહત મળશે. ગોડાઉન અને સંગ્રહ સુવિધાઓથી પાકનું નુકસાન ઓછું થશે અને યોગ્ય ભાવ મળવાની શક્યતા વધશે.
    Click here to Read More
    Previous Article
    કચ્છ જિલ્લો રામમય થયો:રામનવમીના પર્વ પર ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો, મહાઆરતી, શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
    Next Article
    કરુણાંતિકા સર્જાઈ:ઇડરના સપ્તેશ્વર નજીક નદીમાં ન્હાવા પડેલ ખેરાલુનો યુવકનું ડૂબી જતાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment