Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરુણાંતિકા સર્જાઈ:ઇડરના સપ્તેશ્વર નજીક નદીમાં ન્હાવા પડેલ ખેરાલુનો યુવકનું ડૂબી જતાં મોત

    11 hours ago

    ​ઇડર તાલુકામાં આવેલા યાત્રાધામ સપ્તેશ્વર મહાદેવ નજીક વહેતી નદીમાં શુક્રવારે મિત્રો સાથે નદીમાં ન્હાવા પડેલા ખેરાલુના 22 વર્ષીય યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.જાદર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ​મળતી માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના ખેરાલુના ગણેશપુરા ગામના પાંચ મિત્રો સપ્તેશ્વર મહાદેવના દર્શન અર્થે આવ્યા હતા. દર્શન કર્યા બાદ ગરમીથી રાહત મેળવવા માટે 22 વર્ષીય રાહુલ સહિત તમામ મિત્રો નદીમાં ન્હાવા માટે પડ્યા હતા. ન્હાતી વખતે આનંદ-પ્રમોદ કરી રહેલા મિત્રોને અંદાજ ન હોતો કે નદીનું ઊંડું પાણી તેમના માટે કાળ બની જશે. ​રાહુલ અચાનક નદીના વહેણમાં ઊંડા પાણીમાં ઉતરી ગયો હતો. તરતાં ન આવડતું હોવાથી અને મોટો ઊંડો ખાડો હોવાથી જોતજોતામાં ડૂબવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈ બાકીના મિત્રોમાં ભારે ગભરાટ અને ચીસાચીસ મચી ગઈ હતી. ​ઘટનાને પગલે સપ્તેશ્વર ગામના સરપંચ મુકેશભાઈ પટેલે ઇડર ફાયર બ્રિગેડ અને જાદર પોલીસને જાણ કરી હતી. ઇડર ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદથી રાહુલની શોધખોળ શરૂ કરી હતી. કલાકોની ભારે જહેમત બાદ રાહુલનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જાદર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    26 એપ્રિલ સુધી કરી શકાશે આઇ ખેડૂત પોર્ટલમાં અરજી:ખેડૂતોને સોલારથી લઈને વિવધ 42 સાધનો ખરીદવા મળશે સહાય
    Next Article
    "We Don't Have To Be There For NATO": Trump Slams Allies Over Iran War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment