Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રજાના પૈસાનો વેડફાટ:શહેરમાં ગત ચોમાસે વરસાદી પાણી વહન માટેની કેનાલ બની ગઈ ખુલ્લી ડ્રેનેજ સિસ્ટમ

    4 days ago

    શહેરમાં માળખાકીય સુવિધાઓ માટે સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો હેતુ લોકોને સગવડતા પૂરી પાડવાનો હોય છે, પરંતુ યોગ્ય આયોજન અને અમલના અભાવે કેટલીક યોજનાઓ લોકો માટે અગવડરૂપ બની જાય છે. આવી જ એક નિષ્ફળ યોજનાનો દાખલો મંગલમ ચાર રસ્તા વિસ્તારમાં બનાવવામાં આવેલી કેનાલ આજે ગંદા પાણીના સ્ટોરેજનું કેન્દ્ર બની ગઈ છે. કૈલાશનગરથી મંગલમ સર્કલ સુધી અંદાજે 50 લાખથી વધુના ખર્ચે બનેલી સિમેન્ટ કેનાલનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન વરસાદી પાણી સરળતાથી હમીરસર સુધી પહોંચાડવાનો હતો. પરંતુ હકીકતમાં આ કેનાલ પાણી વહન કરવામાં નિષ્ફળ રહી છે. તેના બદલે તેમાં સતત ગંદા પાણી ભરાયેલા રહે છે, જેનાથી આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ અને અસ્વચ્છતા ફેલાઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સંસ્કારનગર અને પડદાપીઠ વિસ્તારમાંથી આવતા ડ્રેનેજ કનેક્શન તેમજ મંગલમ પાસેની મુખ્ય ગટર લાઇનમાં લીકેજ હોવાને કારણે આ કેનાલ ગંદા પાણીના જળાશયમાં ફેરવાઈ ગઈ છે. મચ્છર અને રોગચાળાનો ભય પણ વધ્યો છે. ઉપરાંત, રઘુવંશી સર્કલ તરફથી આવતાં વહેણને અવરોધ વિના પસાર કરવા માટે એક કરોડથી વધુના ખર્ચે નવા પ્રોજેક્ટની વિચારણા કરાઈ હતી. ગત ચોમાસા બાદ લાખો રૂપિયાનો ખર્ચ કરીને કામ પણ કરાયું, છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી. સ્થાનિક રહેવાસીઓ આ સમસ્યાથી પરેશાન થઈ અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે. હવે લોકો મુખ્ય અધિકારી પાસેથી આ નિષ્ફળ પ્રોજેક્ટ અંગે તાત્કાલિક અને અસરકારક નિર્ણયની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી શહેરમાં સચોટ અને કાર્યક્ષમ વિકાસના દાવા હકીકતમાં સાબિત થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    વહીવટી માળખામાં મહત્વનો ફેરફાર થયો:કચ્છ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે IAS રાજકુમાર બેનીવાલની નિમણૂક
    Next Article
    કચ્છના નાના-મધ્યમ ઉદ્યોગોને મોટી રાહત:હવે ખેડૂતોની જેમ MSME અને ઉદ્યોગોને પણ મળશે ડિઝલનો જથ્થો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment