Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છના નાના-મધ્યમ ઉદ્યોગોને મોટી રાહત:હવે ખેડૂતોની જેમ MSME અને ઉદ્યોગોને પણ મળશે ડિઝલનો જથ્થો

    2 days ago

    પશ્ચિમી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસરોને કારણે ઈંધણના પુરવઠા પર અસર પડી છે. આ સ્થિતિમાં પેટ્રોલ-ડિઝલની અછત ન સર્જાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તાજેતરમાં ખેડૂતોને 200 લિટર ડિઝલ આપવાની જોગવાઈ બાદ, હવે ઉદ્યોગો માટે પણ રાહતના સમાચાર આવ્યા છે. ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતને પગલે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગર દ્વારા જારી કરાયેલા નવા પરિપત્ર મુજબ, રાજ્યમાં કાર્યરત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને ઔદ્યોગિક એકમોને તેમની જરૂરિયાત મુજબ ડિઝલનો જથ્થો ફાળવવામાં આવશે. આ ફાળવણી માટે સરકાર દ્વારા શરતો પણ જારી કરાઈ છે. જેમાં જે તે કંપનીના છેલ્લા છ માસના સરેરાશ ડિઝલ વપરાશને ધ્યાનમાં લેવામાં આવશે. છ માસ પૂર્વે અને હાલની સાધનો તથા કામદારોની સંખ્યાના આધારે જરૂરિયાત નક્કી કરાશે. જે ભારે મશીનરી કે સાધનો પેટ્રોલ પંપ સુધી લાવી શકાય તેમ નથી, તેમને સ્થળ પર ડિઝલ પહોંચાડવા માટે ખાસ વ્યવસ્થા અને મંજૂરી આપવામાં આવશે.જે એકમો પાસે પોતાના પર્સનલ ‘કન્ઝ્યુમર ડિઝલ પંપ’ નથી, તેઓ હવે રિટેલ પેટ્રોલ પંપ પરથી ડિઝલની ખરીદી કરી શકશે. સરકારના આ નિર્ણય અંગે તમામ જિલ્લા કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારીઓ તેમજ IOCL, BPCL, HPCL, Jio-BP અને નાયરા જેવી ખાનગી કંપનીઓના સ્ટેટ હેડ અને ઝોનલ હેડને જાણ કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી કચ્છના અર્થતંત્રને વેગ મળશે કચ્છમાં MSME, મોટા ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો મોટી સંખ્યામાં આવેલા છે. સરકાર દ્વારા સૌ પ્રથમ સંગ્રહખોરી રોકવા માટે બેરલમાં ઇંધણ આપવાની મનાઈ ફરવામાં આવી હતી. જેથી કચ્છના MSME અને અન્ય ઉદ્યોગો પર ડિઝલની કટોકટીનું જોખમ તોળાઈ રહ્યું હતું. આ અંગે ‘ફોકિયા’ની રજૂઆત બાદ સરકારના આ હકારાત્મક નિર્ણયથી હવે નાના ઉદ્યોગો અને પ્રોજેક્ટ્સ પુરતું ઇંધણ મળવાથી કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે.
    Click here to Read More
    Previous Article
    પ્રજાના પૈસાનો વેડફાટ:શહેરમાં ગત ચોમાસે વરસાદી પાણી વહન માટેની કેનાલ બની ગઈ ખુલ્લી ડ્રેનેજ સિસ્ટમ
    Next Article
    રમતગમતના શોખીનોમાં ભારે અસંતોષ વ્યાપ્યો:ભુજમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ઓફિસર્સ ક્લબ બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment