Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રમતગમતના શોખીનોમાં ભારે અસંતોષ વ્યાપ્યો:ભુજમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ઓફિસર્સ ક્લબ બંધ

    2 days ago

    ભુજમાં રમતગમતની સુવિધાઓના અભાવે શારીરિક તાલીમ અને રમતગમતના શોખીનોમાં અસંતોષ જોવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ જેવા આયોજનોથી યુવાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે, છતાં મેદાન સ્તરે જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં ઉદાસીનતા દેખાઈ રહી છે. આશરે ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા ભુજમાં આજદિન સુધી એક પણ સરકારી સ્વિમિંગ પૂલ ઉપલબ્ધ નથી, જ્યારે રનિંગ ટ્રેક, ટેનિસ, ટેબલ ટેનિસ અને ફૂટબોલ જેવી રમતો માટે પૂરતી વ્યવસ્થા પણ નથી. હિલ ગાર્ડન પાસે નિર્માણાધીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને પૂર્ણ થવામાં હજુ છથી આઠ મહિના લાગી શકે છે. બીજી તરફ, કલેક્ટર નિવાસ પાસે આવેલા ઓફિસર્સ ક્લબમાં બેડમિન્ટન સિવાયની અન્ય રમતો, જેમ કે સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ, ટેબલ ટેનિસ હાલ બંધ હાલતમાં છે. આ પરિસ્થિતિમાં રમતગમત પ્રત્યે રસ ધરાવતા યુવાઓને યોગ્ય માર્ગદર્શન અને પ્રેક્ટિસ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ મળી રહી નથી. ભુજમાં રનિંગ ટ્રેક માટે લાંબા સમયથી લડત આપતા સુનિલ ગોરના જણાવ્યા અનુસાર, પોલીસ ભરતીમાં મહિલાઓ માટે 1600 મીટર અને પુરુષો માટે 5 કિલોમીટર દોડ ફરજિયાત હોય છે, પરંતુ પ્રેક્ટિસ માટે યોગ્ય સ્થળ ન હોવાને કારણે ઉમેદવારોને મુશ્કેલી પડે છે. શહેરમાં સિન્થેટિક 400 મીટરનો એકપણ રનિંગ ટ્રેક ન હોવું આશ્ચર્યજનક છે. શહેરમાં સરકારી જમીનનો અભાવ નથી. વ્યાયામશાળા, ખારસરા મેદાન, પોલિટેકનિક, એન્જિનિયરિંગ કોલેજ તેમજ કચ્છ યુનિવર્સિટીમાં વિશાળ જમીન ઉપલબ્ધ છે, જેને રમતગમત માટે વિકસાવવામાં આવી શકે છે. તેમ છતાં, આયોજન અને ઇચ્છાશક્તિના અભાવે આ સંભાવનાઓ સાકાર થઈ રહી નથી. લાલન કોલેજ ખાતે ટ્રેક છે, પણ જાળવણી નથી ભુજમાં એકમાત્ર લાલન કોલેજમાં દોડની પ્રેક્ટિસ કરવા માટે મેદાન હોવા છતાં તેનો યોગ્ય ઉપયોગ થતો નથી. ટીનસીટીમાં ધાર્મિક કે કોઈ અન્ય સામાજિક મેળાવડા કાર્યક્રમો દરમિયાન આ મેદાન પાર્કિંગ તરીકે વપરાય છે અને તેની જાળવણી પણ યોગ્ય રીતે થતી નથી. સ્થાનિક નેતૃત્વ અને વહીવટી તંત્ર આ મુદ્દે ગંભીરતા દાખવે તો ભુજ તથા સમગ્ર કચ્છમાંથી અનેક યુવાઓ સુરક્ષા એજન્સીઓમાં જોડાઈ શકે છે. હાલમાં, માળખાકીય સુવિધાઓના અભાવે પ્રતિભાશાળી યુવાઓ પાછળ રહી જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છના નાના-મધ્યમ ઉદ્યોગોને મોટી રાહત:હવે ખેડૂતોની જેમ MSME અને ઉદ્યોગોને પણ મળશે ડિઝલનો જથ્થો
    Next Article
    મુસાફરોની સુવિધાઓમાં થશે વધારો:વડોદરા રેલવે સ્ટેશને રાજ્યની બીજી ડિજિટલ લાઉન્જ શરૂ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment