Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અણઘડ આયોજનથી પ્રજાજન પરેશાન:વઢવાણમાં રેલવે મેદાનથી વડ સુધીના મુખ્ય માર્ગનું કામ ડાયવર્ઝન વગર જ શરૂ કરી દીધું

    13 hours ago

    સુરેન્દ્રનગર- વઢવાણ સંયુક્ત નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસ કામોએ ગતિ પકડી છે, પરંતુ યોગ્ય આયોજનના અભાવે જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે. વઢવાણ શહેરમાં રેલવે મેદાનના પાણીના અવાડાથી વડ સુધીના મુખ્ય માર્ગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, આ દરમિયાન મુસાફરો માટે કોઈ વૈકલ્પિક રસ્તો કે ડાયવર્ઝન ન આપવામાં આવતા હજારો લોકોએ રેલવે સ્ટેશન અને સરકારી કચેરીઓ સુધી પહોંચવા માટે લાંબા ફેરા મારવા પડી રહ્યા છે. વઢવાણ શહેર માં ચૂંટણી નજીક આવતાસુરેન્દ્રનગર મહા પાલિકા દ્વારા રસ્તા ના કામો શરૂ થયા છે સુરેન્દ્રનગરવઢવાણ વિસ્તારમાં રેલવે મેદાન પાણીના અવાડાથી વડ સુધી રસ્તાનું કામ ચાલી રહ્યું છે, આ દરમિયાન મુસાફરો માટે યોગ્ય વિકલ્પ વ્યવસ્થા કરવામાં આવી નથી. ખાસ કરીને રેલવે સ્ટેશન સુધી પહોંચવા માટે ડાયવર્ઝન રસ્તો/પ્રવેશ માર્ગ ઉપલબ્ધ ન હોવાથી પેસેન્જરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે રાજભા જાદવ હનીફભાઈ વગેરે સ્થાનિક લોકો અને મુસાફરો જણાવે છે કે આ રસ્તા પર મામલતદાર તાલુકા પંચાયત કોર્ટ પ્રાંત કચેરી રેલવે સ્ટેશન બગીચા વગેરે આવેલા છે પરંતુ સુરેન્દ્રનગર મહા પાલિકા દ્વારા ડાયવર્ઝન અપાયું નથી આથી રોજિંદા આવનજાવન માટે લાંબા ફેરા મારીને સ્ટેશન સુધી જવું પડે છે, જેના કારણે સમય અને પરિશ્રમ બંને વધે છે. વૃદ્ધો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે આ સમસ્યા વધુ ગંભીર બની રહી છે. આ સંજોગોમાં રેલવે તંત્ર દ્વારા સ્ટેશન નજીક મૂકવામાં આવેલી ફેન્સિંગને તાત્કાલિક ધોરણે ખોલી આપવામાં આવે તેવી નમ્ર વિનંતી કરવામાં આવી છે. જ્યાં સુધી રસ્તાનું કામ પૂર્ણ ન થાય, ત્યાં સુધી આ તાત્કાલિક રાહત આપવી જરૂરી છે. જેથી મુસાફરોને સુવિધા મળે.સ્થાનિક લોકો દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને આ રેલવેના ઉચ્ચ અધિકારી, ડી.આર.એમ. સાહેબને આ મુદ્દે ધ્યાન આપવા અને ઝડપી કાર્યવાહી કરવાની અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અકસ્માતની ભીતિ દૂર થઈ:ગુંદીયાળાના માર્ગે 500 મીટરના પુલ પર સંરક્ષણ દિવાલ બનાવાઈ
    Next Article
    રોજગાર સેતુ -26નું ભવ્ય આયોજન કરાયું:વઢવાણ મેટ્રો રોટરી ક્લબના પ્રયાસોથી 450 યુવાનોને મળેલી કારકિર્દીની તક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment