Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોજગાર સેતુ -26નું ભવ્ય આયોજન કરાયું:વઢવાણ મેટ્રો રોટરી ક્લબના પ્રયાસોથી 450 યુવાનોને મળેલી કારકિર્દીની તક

    11 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના બેરોજગાર યુવાનોને સ્થાનિક સ્તરે જ રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો દ્વારા મેગા જૉબ ફેર – રોજગાર સેતુ 2026 નું ભવ્ય આયોજન કર્યુ હતુ. એસ.જે. વરમોરા મહિલા કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ અને ઉદ્યોગ જગત વચ્ચેના અંતરને ઘટાડવા માટે એક સબળ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો દ્વારા રોજગારના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પહેલ રૂપે મેગા જૉબ ફેર – રોજગાર સેતુ 2026 નું આયોજન એસ.જે. વરમોરા મહિલા કોલેજ ખાતે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ઓફિસ, સુરેન્દ્રનગર તથા એસ.જે. વરમોરા મહિલા કોલેજના સહયોગથી કર્યુ હતુ.જેમાં 50થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ ક્ષેત્રોની રોજગાર તકો ઉપલબ્ધ કરી હતી. આશરે 450થી વધુ વિદ્યાર્થીઓ અને નોકરી ઈચ્છુકોએ ઉત્સાહભેર હાજરી આપી અને વિવિધ કંપનીઓમાં ઇન્ટરવ્યૂ આપ્યા હતા. એક જ સ્થળે વિવિધ કંપનીઓ સાથે સીધી મુલાકાત અને ઈન્ટરવ્યૂની તક મળવાથી યુવાનો માટે આ એક અનોખું પ્લેટફોર્મ સાબિત થયું હતુ. આ આયોજનને સફળ બનાવવા માટે રોટરી ક્લબના સચિવ રોટ. ઉમંગ શાહ,મિત્તલ શાહ રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રોની ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અણઘડ આયોજનથી પ્રજાજન પરેશાન:વઢવાણમાં રેલવે મેદાનથી વડ સુધીના મુખ્ય માર્ગનું કામ ડાયવર્ઝન વગર જ શરૂ કરી દીધું
    Next Article
    ભાસ્કર એક્સક્લૂસિવ:PNGમાં રોકેટગતિ : મહિનાને બદલે હવે 3 દિવસમાં 300 જોડાણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment