Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂસિવ:PNGમાં રોકેટગતિ : મહિનાને બદલે હવે 3 દિવસમાં 300 જોડાણ

    10 hours ago

    ઘરેલુ ગેસ સિલિન્ડરની મારામારી વચ્ચે મહેસાણા શહેરમાં PNG (પાઇપ્ડ નેચરલ ગેસ)ની માંગમાં રોકેટગતિએ વધારો નોંધાયો છે. સામાન્ય રીતે દર મહિને અંદાજે 300 લોકો જોડાણ મેળવતા હતા. ત્યાં 22 માર્ચ બાદ માત્ર ત્રણ દિવસમાં 300થી વધુ લોકોએ PNG ગેસ માટે અરજી કરી છે. નાગલપુર હાઇવે સ્થિત સાબરમતી ગેસ કંપનીની ઓફિસ અને સામેની એજન્સીમાં સવારે ફોર્મ જમા કરાવવા અને માહિતી મેળવવા કતાર જોવા મળી હતી. હાલ રોજ સરેરાશ 100 જેટલા લોકો નવા જોડાણ માટે આવી રહ્યા છે. કંપનીના સૂત્રો મુજબ, 31 માર્ચ સુધી નવી સ્કીમ હેઠળ પ્રથમ બિલમાં રૂ.500 સુધીની રાહત આપવામાં આવી રહી છે. જ્યાં નેટવર્ક ઉપલબ્ધ છે અને કોઈ ટેકનિકલ અડચણ નથી, ત્યાં ઝડપથી જોડાણ આપવામાં આવી રહ્યું છે. જ્યારે ખોદકામ જેવા કામોને કારણે કેટલાક કેસોમાં સમય લાગી શકે છે. સ્વાગત પ્લાઝા સ્થિત ઓફિસમાં પણ ગ્રાહકો દસ્તાવેજો સાથે ફોર્મ જમા કરાવતા જોવા મળ્યા હતા. એજન્સીના પ્રતિનિધિ જયેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, 22 થી 27 માર્ચ દરમિયાન મહેસાણા શહેર તથા આસપાસના ગામોમાંથી કુલ 551 જેટલી અરજીઓ મળી છે. હવે 24 કલાકમાં શહેરમાં નવા PNG જોડાણને મંજૂરી હાલ જિલ્લાના કુલ 114 ગામોમાં સાબરમતી ગેસના 1,06,490 ઘરેલુ ગ્રાહકો છે. ઉપરાંત, 410 કોમર્શિયલ અને 204 ઔદ્યોગિક યુનિટ કાર્યરત છે. મહેસાણા તાલુકાના 35, વિજાપુરના 25, કડીના 25, વિસનગરના 16, ઊંઝાના 8 અને વડનગરના 5 ગામોને PNG મળે છે. નવા જોડાણોની પ્રક્રિયાને ઝડપી બનાવવા ‘સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક’ હેઠળ હવે 24 કલાકમાં મંજૂરી આપવામાં આવે છે. આ કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સાધનોમાં પણ વધારો કરાયોછે. ઘર સુધી PNG લાઇન આવી‎છે એટલે જોડાણ લઇ લીધું‎ સિલિન્ડરની ઉપલબ્ધતા : ઇન્ડિયન ગેસ એજન્સીના પ્રતિનિધિ મુજબ :‎સિંગલ સિલિન્ડર 21 દિવસના બદલે હવે 30 દિવસે ભરી અપાય છે.‎જ્યારે ડબલ સિલિન્ડરમાં 45 દિવસનો ગાળો. ઉજ્જવલા યોજનામાં‎હાલ 30દિવસના બદલે 45 દિવસે ભરી આપવામાં આવે છે.‎
    Click here to Read More
    Previous Article
    રોજગાર સેતુ -26નું ભવ્ય આયોજન કરાયું:વઢવાણ મેટ્રો રોટરી ક્લબના પ્રયાસોથી 450 યુવાનોને મળેલી કારકિર્દીની તક
    Next Article
    Clashes erupt during Ram Navami procession in Murshidabad, prohibitory orders imposed

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment