Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પૂજા પાર્કમાં ખોદકામ, છતાં રોડ બન્યો નથી; ધૂળિયા માર્ગથી પરેશાન બનેલા સ્થાનિકોની મુખ્યમંત્રી-કમિશનરને રજૂઆત‎

    14 hours ago

    જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 2માં આવેલ પૂજા પાર્ક સોસાયટીમાં લાબા સમયથી નવા રોડ માટે ખોદકામ કરાયુ છે. પરંતુ હજુ સુધી રોડ ન બનતા ધૂળ્યા માર્ગથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. જેને લઇને મુખ્યમંત્રી, કમિશનરને રોડ માટેની રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યુ કે, પુજા પાર્ક સોસાયટીમાં હજુ સુધી રોડ બનાવવામાં આવ્યો નથી. આખો દિવસ ધૂળની ડમરી ઉડતી હોવાથી ઘરનો સામાન બગડી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય પણ હાની પહોંચી રહી છે. વારંવાર કોર્પોરેટર કે કોન્ટ્રાકટરને રજૂઆત કરવા છતા થઇ જશે એવા જવાબો જ મળે છે. જેને કારણે કંટાળીને સ્થાનિકોએ મુખ્યમંત્રી, શહેરી વિકાસ ગૃહ નિર્માણ સચિવ, કમિશનરને રજૂઆત કરી છે. 4 વર્ષથી રહેવા આવ્યા, સ્થિતિ અત્યંત ખરાબ પુજાપાર્કમાં છેલ્લા 4 વર્ષથી રહેવા આવ્યા છીએ. રસ્તા ખરાબને કારણે વાહનો પણ સરખા ચાલી શકતા નથી. મોટી ઉંમરના લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે.> રમેશ લાખાણી, સ્થાનિક ખરાબ રોડથી વાહન ચલાવવુ મુશ્કેલ બન્યુ છે વોર્ડ નંબર 2માં રોડની ઘણા સમયથી આ સ્થિતી છે. કોર્પોરેટરને રજૂઆત કરીએ તો થોડા દિવસમાં બની જશે એવુ જ કશે છે. જેને કારણે હાલ વાહન ચલાવવુ પણ મુશ્કેલ છે.> હરેશભાઇ કોટડીયા, સ્થાનિક ટેક્સ પુરો ભરીએ છતા રસ્તાની સુવિધા શૂન્ય પુજા પાર્ક સોસાયટીમાં ખોદકામ બાદ સ્થિતી ખૂબ જ ખરાબ બની છે. જ્યાં જોવો ત્યાં કાંકરા જ કાંકરા છે. અમે પુરતો ટેક્સ ભરીએ છીએ છતા સુવિધા મળતી નથી.> રાજુભાઇ રાખોલીયા, સ્થાનિક
    Click here to Read More
    Previous Article
    અકસ્માત:ધુંવાવ નજીક અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધને ચગદી નાખતા મોત
    Next Article
    અનુરોધ:જૂનાગઢમાં હવે PNG કનેકશન લેવા ફરજિયાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment