Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનુરોધ:જૂનાગઢમાં હવે PNG કનેકશન લેવા ફરજિયાત

    13 hours ago

    જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના નાગરિકો અને વ્યાપારિક એકમોને પી.એન.જી. (પાઈપ્ડ નેચરલ ગેસ) કનેક્શન મેળવી લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. હાલમાં શહેરના અનેક વિસ્તારોમાં ગેસ લાઈનનું નેટવર્ક કાર્યરત છે, ત્યારે રહેણાંક મકાનો ઉપરાંત હોટલ, રેસ્ટોરન્ટ, સ્કૂલ, હોસ્ટેલ અને હોસ્પિટલોને પ્રાથમિકતાના ધોરણે આ સુરક્ષિત અને સરળ સુવિધા અપનાવવા જણાવાયું છે. શહેરના જોષીપરા, ઝાંઝરડા રોડ, ટીંબાવાડી, મધુરમ, રાયજીબાગ, મીરાનગર, અને ખામધ્રોળ રોડ સહિતના વિસ્તારોમાં આ સુવિધા ઉપલબ્ધ છે. કનેક્શન મેળવવા ઈચ્છુક નાગરિકો ટોલ-ફ્રી નંબર 1800 313 567890 પર સંપર્ક કરી શકે છે. torrent gas connect એપ અને વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજીની સુવિધા પણ આપવામાં આવી છે. જે લોકો રૂબરૂ સંપર્ક કરવા માંગતા હોય તેઓ ઝાંઝરડા બાયપાસ ચોકડી પાસે આવેલ દ્વારકા પ્લાઝા-૨ ખાતેની ટોરેન્ટ ગેસની ઓફિસનો સંપર્ક કરી શકે છે. વહીવટી તંત્રએ વધુમાં જણાવ્યું છે કે, જે ગ્રાહકો પાસે પી.એન.જી. સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે, તેઓએ પોતાના જૂના એલ.પી.જી. સિલિન્ડર જમા કરાવી તંત્રને સહકાર આપવો. આ વ્યવસ્થાથી ગેસ બોટલના પરિવહન અને સંગ્રહના જોખમો ઘટશે અને નાગરિકોને અવિરત ગેસ પુરવઠો મળી રહેશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પૂજા પાર્કમાં ખોદકામ, છતાં રોડ બન્યો નથી; ધૂળિયા માર્ગથી પરેશાન બનેલા સ્થાનિકોની મુખ્યમંત્રી-કમિશનરને રજૂઆત‎
    Next Article
    આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું:42 ખેત ઘટકો મેળવવા માટે ખેડૂતો 26 એપ્રિલ સુધી અરજી કરી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment