Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત:ધુંવાવ નજીક અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધને ચગદી નાખતા મોત

    16 hours ago

    જામનગર-રાજકોટ હાઈવે પર ધુંવાવ ગામ દુકાનના ઓટલા ઉપર સુતેલા વૃધ્ધને અજાણ્યા વાહન ચાલકે ચગદી નાંખતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જે અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના મોરકંડા રોડ, સનસીટી-1ની સામે રાજ સોસાયટીમાં રહેતા મહમદહુશેનભાઈ ઓશમાણભાઈ મોગલ નામના યુવાનના પિતા ઓશમાણભાઈ અલીભાઈ મોગલ (ઉ.વ.65) નામના વૃધ્ધ ગત તા.27ના રાત્રિના ત્રણેક વાગ્યે જામનગર-રાજકોટ હાઈવે પર ધુંવાવ ગામ પાસે દુકાનના ઓટલા ઉપર સુતા હતા. ત્યારે મોડી રાત્રિના કોઈ અજાણ્યા વાહન ચાલકે વૃધ્ધને અડફેટે લીધા હતા અને માથા ઉપર ટાયર ફેરવી દઈ તેમજ શરીરે અને માથાના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચાડીને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું, જયારે અકસ્માત સર્જનાર વાહન ચાલક નાશી છુટ્યો હતો. બનાવની જાણ થતાં લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા પંચકોશી એ ડિવિઝનના પીએસઆઈ એ.આર.પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો. મૃતકા પુત્ર મહમદહુશેનભાઈની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને શોધખોળ આરંભી છે. પોલીસ દવારા હાઈવે પરથી સીસીટીવી ફુટેજ મેળવવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:શહેરમાં મોટર સાયકલ લઈને જતાં યુવાનની હત્યાનો પ્રયાસ
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પૂજા પાર્કમાં ખોદકામ, છતાં રોડ બન્યો નથી; ધૂળિયા માર્ગથી પરેશાન બનેલા સ્થાનિકોની મુખ્યમંત્રી-કમિશનરને રજૂઆત‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment