Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:શહેરમાં મોટર સાયકલ લઈને જતાં યુવાનની હત્યાનો પ્રયાસ

    18 hours ago

    જામનગર શહેરમાં ખંભાળિયાગેટ પાસે ચાલુ બાઈકે યુવાન ઉપર હુમલો કરીને તિક્ષ્ણ હથિયારોના ઘા મારીને હત્યાની કોશિષ કર્યાની ચાર શખસો સામે ફરિયાદ નોંધાઈ છે. લોઠીયા ગામે ડી.જે.ની લાઈટ ચાલુ બાબતે ઝગડો થયો હોવાનો ખાર રાખીને હુમલો કરાયો હતો. શહેરના વિયાના પાર્ક, ન્યુ 80 ફુટ રોડ ઉપર રહેતા કપીલભાઈ વલ્લભભાઇ બાહુકીયા (ઉ.વ.35) નામના યુવાનને લોઠીયા ગામે આરોપી જયેન્દ્ર માનસુરીયા સાથે ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા બાબતે બોલાચાલી થઈ હતી. જે વાતનો ખાર રાખીને ગત તા.26ના રોજ યુવાન પોતાનું મોટર સાયકલ લઈને શહેરના ખંભાળિયા નાકા બહાર હનુમાનજીના મંદીર પાસેથી પસાર થતા હતા. ત્યારે આરોપીઓ પોતાના બાઈકમાં પાછળથી આવીને લોખંડનો પાઈપ ચાલુ ગાડીએ મારતા યુવાન રોડ ઉપર નીચે પટકાયો હતો. તે દરમિયાન આરોપીઓ જયેન્દ્ર ઉર્ફે ઢીંગો માનસુરીયા, અનુ ઉર્ફે લાલો માનસુરીયા અને બે અજાણ્યા શખસોએ લોખંડના પાઈપ, કોયતા, લોખંડના બોલ્ટ તેમજ છરી વડે હુમલો કર્યો હતો. યુવાનને શરીરે ગંભીર ઈજા પહોંચાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને નાશી છુટ્યા હતા. યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. યુવાનની ફરિયાદ પરથી પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને ચારેય શખસોની શોધખોળ આરંભી છે.
    Click here to Read More
    Previous Article
    કામગીરી:લોકોના કામ ન અટકે તે માટે સચિવની અધિકારીઓને તાકીદ
    Next Article
    અકસ્માત:ધુંવાવ નજીક અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધને ચગદી નાખતા મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment