Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:મિલકતવેરાની રીકવરી ટીમે વધુ બે મિલકતોને સીલ કરી

    1 day ago

    જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખાની ટીમ દ્વારા હાથ ધરાયેલી મિલકતો સીલ કરવાની કડક ઝુંબેશમાં શુક્રવારે વધુ બે મિલકતો સીલ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 50 જેટલી મિલકતો છેલ્લા મહિનાઓમાં સીલ કરવામાં આવી છે. આ તંત્રની આ કામગીરીથી વેરો ન ભરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તો ફેબ્રુઆરી માસમાં વેરો ન ભરનાર 1792 જેટલા આસામીઓને નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ કરાઈ હતી. મહાનગરપાલિકાના મિલકતવેરા શાખાની રીકવરી ટીમ દ્વારા બાકીદારો પાસેથી મિલકતવેરોની વસુલાત માટે આકરી કામગીરી કરવામાં આવી રહી છે, અને નોટિસ ઉપરાંત મિલકત જપ્તી સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે રીકવરી ટીમના ટેક્સ ઓફીસર હસમુખ પાંડેર તેમજ વારસુરભાઈ, અભિજીતસિંહ જાડેજા, શક્તસિંહ ગોહિલ સહિતની ટીમે બાકીદારો પાસેથી મિલકતવેરાની કડક ઉઘરાણી કરી હતી અને દરેડના ઉઘોગનગર વિસ્તારમાં રૂ. 3,75,512ની બાકી વેરામાં મહાકાલી બ્રાસ તેમજ રૂ. 1,54,623ની બાકી વેરામાં ફેસ-2નો એક પ્લોટ સીલ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વીજ તંત્ર દ્વારા સર્વે:જામનગર-દેવભૂમિમાં તોફાની પવનથી વીજતંત્રને રૂા. 93.71 લાખનું નુકસાન
    Next Article
    કામગીરી:લોકોના કામ ન અટકે તે માટે સચિવની અધિકારીઓને તાકીદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment