Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીજ તંત્ર દ્વારા સર્વે:જામનગર-દેવભૂમિમાં તોફાની પવનથી વીજતંત્રને રૂા. 93.71 લાખનું નુકસાન

    1 day ago

    જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત ગુરૂવારે લગભગ 40થી50 કિ.મી.ની ઝડપે મીની વાવાઝોડુ ફુંકાયુ હતુ.તોફાની પવન સાથે કમૌસમી વરસાદથી મોટા ભાગના સ્થળોએ વીજ પુવરઠો ખોરવાય ગયો હતો.જોકે, અમુક સ્થળોએ કલાકોમાં જ વીજળી પુર્વવત થવા પામી હતી.જયારે જિલ્લાના ગ્રામ્ય સહિતના પંથકમાં વીજ તંત્ર દ્વારા સર્વે સાથે વીજ પુરવઠો પુર્વવત કરવાની કામગીરી ક્રમશ: શરૂ કરી હતી જે સંભવત ચારેક દિવસ સુધી ચાલી હતી.વીજતંત્રના જણાવ્યાનુસાર તોફાની પવન સાથે કમૌસમી વરસાદના કારણે જામનગર વીજ વર્તુળ કચેરીના જામનગર અને દેવભૂમિ જિલ્લામાં 93.71 લાખનુ નુકશાન થયુ હતુ. રાઉન્ડ ધ કલોક કામગીરી સાથે અસરગ્રસ્ત તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત થયાનુ પણ ઉમેર્યુ હતુ. જામનગર જિલ્લાના 449 ગામો પૈકી 339 ગામો મીની વાવાઝોડાથી અસરગ્રસ્ત બન્યા હતા જેમાં કુલ 810 પૈકી 581 ફીડર, એચટી અને એલટી થાંભલા મળી 668 થાંભલા, જુદા જુદા 27 ટ્રાન્સફોર્મર વગેરે ક્ષતિગ્રસ્ત થયા હતા.જેના કારણે જિલ્લામાં કુલ 86.93 લાખનો ખર્ચ(નુકશાન) થયુ હતુ.જે તે સમયથી વીજતંત્ર દ્વારા શરૂ કરાયેલી રાઉન્ડ ઘ કલોક કામગીરીના કારણે તમામ સ્થળો પર અગાઉ જ વીજ પુરવઠો ક્રમશ: પુર્વવત પણ કરી દેવાયો હતો.જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કુલ 255 ગામો પૈકી 113 ગામોમાં જે તે સમયે વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો.જે પણ ક્રમશ: પુર્વવત કરી દેવાયો હતો.જેમાં કુલ 318 પૈકી 138 ફીડર ઉપરાંત એચટી અને એલટી મળી 54 વીજ પોલ, જુદા જુદા 03 ટ્રાન્સફોર્મર સહિતને નુકશાન થયુ હતુ. 10 તાલુકા પૈકી સૌથી વધુ જામનગર અસરગ્રસ્ત,બીજા ક્રમે કાલાવડ તોફાની પવન સાથે કમૌસમી વરસાદના કારણે વીજ વર્તુળ કચેરી હેઠળના જામનગર તાલુકામાં સૌથી વધુ 119 ગામો જે તે સમયે અસરગ્રસ્ત બન્યા હતા.જેમાં 284 યછઠર, 329 વીજપોલ અને 11 ટ્રાન્સફોર્મરને નુકશાન થયુ હતુ.જયારે બીજા ક્રમે કાલાવડના 96 ગામોના 139 ફીડર, 71 વીજથાંભલા અને ચાર ફીડરને નુકશાન થયુ હતુ.દેવભૂમિના ખંભાળિયામાં સૌથી વધુ 62 ગામો પણ અસરગ્રસ્ત થયા હતા જેમાં 78 ફીડર, 43 થાંભલા અને એક ટીસીને નુકશાન થયાનુ સામે આવ્યુ હતુ.
    Click here to Read More
    Previous Article
    સામાજિક પહેલ:જામનગરમાં દારૂની લતમાંથી લોકોને છોડાવવા માટે રીહેબિલિટેશન સેન્ટર શરૂ કરવા માંગણી
    Next Article
    કાર્યવાહી:મિલકતવેરાની રીકવરી ટીમે વધુ બે મિલકતોને સીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment