Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સામાજિક પહેલ:જામનગરમાં દારૂની લતમાંથી લોકોને છોડાવવા માટે રીહેબિલિટેશન સેન્ટર શરૂ કરવા માંગણી

    1 day ago

    જામનગર શહેર-જીલ્લામાં પોલીસ તંત્ર દ્વારા સંખ્યાબંધ સ્થળોએથી દેશી-વિદેશી દારૂ પકડી પાડવામાં આવે છે, તેમ છતા દારૂ બંધી અટકતી નથી. જેથી આવા દારૂની લતમાંથી લોકોને છોડાવવા માટે આયુર્વેદિક હોસ્પિટલની મદદ મેળવીને રીહેબીલીટેશન સેન્ટર શરૂ કરવામાં આવે, તેવી પુર્વ કોર્પોરેટર રચનાબેન નંદાણીયા તેમજ સ્થાનિક વિસ્તારની મહિલાઓએ એસપી કચેરીએ લેખિત રજુઆત કરી છે. દારૂબંધીની અમલવારી ઉપરાંત દારૂના વ્યસનનો ભોગ બનેલા અને આલ્કોહોલીક દર્દદીની વ્યાખ્યામાં આવતા લોકો માટે જામનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ યોજના હેઠળ દેશની ટોચની એવી જામનગરની આયુર્વેદિક હોસ્પિટલના તંત્ર સાથે એમ.ઓ.યુ. જેવી કોઈ વ્યવસ્થા કરીને તજજ્ઞ ડોકટરો, વૈદ્યોની દેખરેખ હેઠળનું મનોવૈજ્ઞાનિક સપોર્ટ સાથેનું એક રીહેબીલીટેશન સેન્ટર શરૂ કરવામાં આવે તો ઘણા બધા પરિવારોને રાહત મળે એમ છે. જામનગરમાં ઘણા પરિવારો એવા છે કે, જે દેશી-વિદેશી દારૂનું સેવન કરે છે, અને દારૂની લતે ચડી ગયા છે. દેશી દારૂમાં તો કેમીકલ તેમજ ઈન્જેકશનથી બનાવવામાં આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. નશો કર્યા બાદ પરીવારોમાં પણ ઝગડાઓ થતા હોય છે. જેથી આવા ગૃહકલેશથી લોકોને શાંતિ મળે, તેમજ દારૂની લત છુટે તે માટે દારૂનું વ્યસન છોડાવવા માટેનું સેન્ટર શરૂ કરાવવાની માંગણી સાથે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય તેમજ જામનગર એસપી ડો.રવિ મોહન સૈનીને લેખિત રજુઆત કરવામાં આવી છે.જેથી દારૂ પીધેલી હાલતમાં પકડાય તેવા શખસોને આવા સેન્ટરમાં મોકલીને દારૂની લત છોડાવવામાં આવે, જેથી દારૂના ધંધાર્થીઓ પણ ઘટી જવાની સંભાવના વ્યકત કરી છે.
    Click here to Read More
    Previous Article
    આત્મવિલોપન કરવાનો પ્રયાસ:વડિયામાં મોટા સસરાએ માવતરે મૂકી આવવાનું કહેતા યુવતીએ કેરોસીન છાંટી આગ લગાવી
    Next Article
    વીજ તંત્ર દ્વારા સર્વે:જામનગર-દેવભૂમિમાં તોફાની પવનથી વીજતંત્રને રૂા. 93.71 લાખનું નુકસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment