Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં રામનવમીની શોભાયાત્રા, યોગી જેવા દેખાતા સાધુ આકર્ષણનું કેન્દ્ર:ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હજારો રામભક્તો જોડાયા

    13 hours ago

    વાપીમાં રામનવમીના પાવન પર્વે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ યાત્રામાં હજારોની સંખ્યામાં રામભક્તો જોડાયા હતા. આ વર્ષે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવો દેખાવ ધરાવતા સાધુ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ શોભાયાત્રામાં વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ઠેર-ઠેર પુષ્પવર્ષા દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ કેસરીયા સાફા અને ધ્વજ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. વલસાડ જિલ્લા પોલીસે માહિતી આપી હતી કે વાપીમાં કુલ બે મોટી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારી યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "આ પ્રસંગે માત્ર પોલીસ તંત્ર જ નહીં, પરંતુ હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના અગ્રણીઓએ સાથે મળીને શાંતિપૂર્ણ રીતે ઉત્સવ ઉજવાય તે માટે સહકાર આપ્યો હતો. નગરપાલિકા અને વહીવટી તંત્રના સહયોગથી આયોજન સફળ રહ્યું છે." શોભાયાત્રામાં દિલ્હીથી પધારેલા યોગી વિજેન્દ્રનાથજી મહારાજ લોકોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. તેમનો પહેરવેશ અને દેખાવ આબેહૂબ યોગી આદિત્યનાથ જેવો હોવાથી લોકો તેમની સાથે સેલ્ફી લેવા ઉત્સુક હતા. તેમણે જણાવ્યું હતું કે, "યોગીજી માત્ર યુપીના જ નહીં પણ પૂરા દેશના આઈકોન છે. આજે વાપીમાં જે જનસેલાબ ઉમટ્યો છે તે જોઈને રામભક્તિની શક્તિનો અહેસાસ થાય છે." કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વલસાડ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડ્રોન કેમેરા અને સીસીટીવી દ્વારા સમગ્ર રૂટનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે આ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    28 માર્ચનું અંકફળ:અંક 4 અને 5ના જાતકોને નોકરીમાં પ્રગતિ થશે, અંક 7ના જાતકોને વેપારમાં સંઘર્ષ કરવો પડશે
    Next Article
    વેરાવળમાં ગેસ લાઈનમાં ભંગાણ:નગરપાલિકાના ખોદકામ દરમિયાન ઘટના, રહેવાસીઓમાં અફરાતફરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment