Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    28 માર્ચનું અંકફળ:અંક 4 અને 5ના જાતકોને નોકરીમાં પ્રગતિ થશે, અંક 7ના જાતકોને વેપારમાં સંઘર્ષ કરવો પડશે

    12 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… તમે સાચું કામ કરશો, તો પણ એક સાથે અનેક સમસ્યાઓ ઉભી થઈ શકે છે. ખર્ચ થશે. મુશ્કેલીઓ પણ આવશે. બપોર પછી આ સ્થિતિમાં સુધારો થશે. સાચી દિશા પ્રાપ્ત થશે અને સહયોગ પણ મળશે. અટકેલા નાણાં મળવાની સંભાવના બનશે. જમીન સંબંધિત કાર્યોમાં પણ સફળતા મળશે. સાંજે અજ્ઞાત ભય જળવાઈ રહેશે. આવકમાં સુધારો રહેશે. કાર્યસ્થળ પર તમને ડરાવવાનો પ્રયાસ થઈ શકે છે, પરંતુ તમે બધું જાતે જ સંભાળી લેશો. કરિયર: વેપારમાં લક્ષ્ય ભટકી શકે છે. નોકરીમાં સમસ્યાઓનો અંત આવશે. યોજનાઓ અને પ્રોજેક્ટ સફળ થશે. લવ: જીવનસાથી અનુકૂળ રહેશે. પ્રેમમાં સુખ પ્રાપ્ત થશે. લકી નંબર: 3-5-9 લકી કલર: ગુલાબી શું કરવું: દુર્ગા માતાને દૂધથી સ્નાન કરાવો. શરૂઆતમાં આવકની બાબતમાં શાંતિ રહેશે, પરંતુ મન વિચલિત રહેશે. સક્ષમ હોવા છતાં મનગમતું કામ મળવામાં મુશ્કેલી પડી રહી છે. બપોરે મુશ્કેલીઓ વધવાની શક્યતા છે. આવકમાં ઘટાડો થઈ શકે છે અને બિનજરૂરી ખર્ચ થશે. વિવાદ પણ થઈ શકે છે, તેથી પોતાની જાત પર નિયંત્રણ રાખવું પડશે. સાંજથી રાહત મળશે. બધું બહેતર રહેશે અને દિવસના અંતે કાર્યો સરળતાથી પતી જશે. કરિયર: વેપારમાં કામ વધારે અને નફો ઓછો રહેશે. નોકરીમાં અધિકારીઓ પરેશાન કરી શકે છે. લવ: વૈવાહિક સંબંધોમાં વૈચારિક મતભેદ થઈ શકે છે. પ્રેમમાં નિરાશાનો અંત આવશે. લકી નંબર: 2-5-8 લકી કલર: વાદળી શું કરવું: દુર્ગા માતાને દૂધ અને સાકરનો ભોગ લગાવો. સવારે કાર્યમાં રાહત રહેશે. નાણાંની ઉપલબ્ધતા થશે. બીજાની બેદરકારીને કારણે કાર્યમાં અવરોધો ચાલુ રહેશે, પરંતુ તમે તેને ઉકેલવામાં સફળ રહેશો. બપોરે વાહન ચલાવવામાં સાવધાની રાખવી. નજીકના લોકો વિરુદ્ધ જઈ શકે છે. વિરોધીઓ કષ્ટ પહોંચાડવાનો પ્રયાસ કરશે. આવકમાં ઘટાડો થઈ શકે છે. સાંજે સમય ફરી અનુકૂળ રહેવાની સંભાવના છે. પરિવાર સાથે ફરવા જવાની યોજના બનશે. શરીરમાં દુખાવો અનુભવાઈ શકે છે. કરિયર: વેપારમાં ચિંતા રહેશે. નોકરીમાં મનગમતું કામ નહીં મળે. લવ: પ્રેમમાં સાથીને મનાવવો પડી શકે છે. જીવનસાથી તરફથી સુખ મળશે. લકી નંબર: 2-4-9 લકી કલર: કથ્થઈ શું કરવું: દુર્ગા માતા સમક્ષ તેલનો દીવો પ્રગટાવો. સવારના સમયે મહેનત વધુ રહેશે. ભાઈઓનો સહયોગ પ્રાપ્ત થશે. કાર્યસ્થળ પર તમારું પ્રદર્શન સારું રહેશે. નવી જવાબદારી પણ મળી શકે છે. ધનની આવક સારી જળવાઈ રહેશે. આધુનિક સુખ-સુવિધાના સાધનો પાછળ ખર્ચ થવાની સંભાવના છે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. કાનૂની બાબતોમાં નબળા પડી શકો છો. સાંજે મન પ્રસન્ન રહેશે અને સકારાત્મકતા વધશે. કાર્યને વ્યવસ્થિત કરવાનું મન થશે. કરિયર: વેપારમાં યાત્રાના યોગ છે. નોકરીમાં લક્ષ્ય પ્રાપ્ત થશે. લવ: જીવનસાથીથી દૂર રહેવું પડી શકે છે. પ્રેમમાં ઓતપ્રોત રહેશો. લકી નંબર: 2-3-7 લકી કલર: મરૂન શું કરવું: દુર્ગા માતાને મીઠાઈનો ભોગ લગાવો. શરૂઆતનો સમય મુશ્કેલીઓથી ભરેલો હોઈ શકે છે. ખર્ચની અધિકતા અને અસહયોગ રહેશે. સંતાન સાથે વિવાદ થઈ શકે છે અને કાર્યમાં વિલંબ થશે. બપોર પછી સમયમાં સુધારો થશે. કાર્યોમાં ગતિ આવશે. નાની યાત્રા પર જવાનો યોગ છે. ધન લાભમાં વૃદ્ધિ થશે. સાંજે સમય સારો બનવાના અણસાર છે. સહયોગ પ્રાપ્ત થશે અને મિત્રોને મળવાની તક મળશે. તણાવ સમાપ્ત થશે. કરિયર: વેપાર સામાન્ય રહેશે. નોકરીમાં પ્રગતિની તકો મળશે. સખત મહેનતનું સારું પરિણામ મળશે. સાધન-સંપત્તિ ઉપલબ્ધ થશે. લવ: વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમી સાથી સાથે બિનજરૂરી વિવાદ થઈ શકે છે. લકી નંબર: 2-4-6 લકી કલર: પીળો શું કરવું: દુર્ગાજીને લાલ વસ્ત્ર અર્પણ કરો. સવારના સમયે સંતાન તરફથી સુખ મળશે. આવક સારી રહેશે અને કામ સમયસર થશે. સહયોગ પ્રાપ્ત થશે. બપોરનો સમય થોડો મુશ્કેલીભર્યો હોઈ શકે છે, આ સમયે સતર્ક રહેવું પડશે. સાંજનો સમય ફરીથી લાભદાયક રહેશે અને બાકીના તમામ કાર્યોમાં સારા પ્રદર્શન સાથે સારી આવક મેળવશો. અન્ય લોકો કરતા આગળ રહેવામાં સફળતા મળશે. સખત મહેનત કરવાનું મન થશે અને સફળતા પણ મળશે. કરિયર: વેપારમાં સફળ થશો. નોકરીમાં ચિંતા સમાપ્ત થશે. લવ: પ્રેમ પ્રસ્તાવ સ્વીકારાઈ શકે છે. નિરાશા દૂર થશે. વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર: 2-5-8 લકી કલર: કેસરી શું કરવું: દુર્ગા માતાને ફળોનો ભોગ લગાવો. સવારે અજ્ઞાત ભય, ચિંતા અને કામ સમયસર ન થવાની સમસ્યા રહી શકે છે. મહેનત મુજબ આવક નહીં થાય. સરકારી કામોમાં પણ અડચણો આવશે. બપોરે આવક અવરોધાઈ શકે છે. નવા કાર્યની શરૂઆત કે નોકરી બદલવાનો વિચાર અત્યારે ન કરો તો સારું. દિવસના અંતમાં થોડી રાહત થશે. આવકમાં સુધારો થશે અને મુશ્કેલીઓનો અંત આવશે. કફ સંબંધિત સમસ્યાઓ કે માથાનો દુખાવો થઈ શકે છે. કરિયર: વેપારમાં સંઘર્ષ કરવો પડશે. નોકરી બદલવાનું મન થશે. લવ: વૈવાહિક સંબંધોમાં અંતર વધી શકે છે. પ્રેમી સાથી તરફથી સહયોગ મળશે. લકી નંબર: 1-2-6 લકી કલર: વાદળી શું કરવું: દુર્ગા સપ્તશ્લોકી સ્તોત્રનો પાઠ કરો. સવારના સમયે કામની અધિકતા રહેશે. પિતા તરફથી સહયોગ મળશે. આવક સારી જળવાઈ રહેશે. કાનૂની બાબતોમાં સફળતા મળશે. બપોરે મહેમાનોનું આગમન, સુખની પ્રાપ્તિ અને સુખદ યાત્રાના યોગ છે. અવરોધો દૂર થશે અને વિરોધીઓ પરાજિત થશે. સાંજે વિવાદ થઈ શકે છે. ધન પ્રાપ્તિમાં અવરોધ અને બિનજરૂરી સમસ્યાઓ આવી શકે છે. ગરદન, માથું કે કમરમાં દુખાવો થઈ શકે છે. કરિયર: વેપારમાં તેજી રહેશે. નોકરીમાં અધિકારીઓ પ્રસન્ન રહેશે. લવ: પ્રેમી સાથી સાથેનો વિવાદ દૂર થશે. લગ્ન પ્રસ્તાવ મળી શકે છે. લકી નંબર: 2-3-7 લકી કલર: સફેદ શું કરવું: દુર્ગા માતાને સફેદ ફૂલ અર્પણ કરો. સવારના સમયે આવક સારી રહેશે, પરંતુ કામ ખૂબ જ વધારે કરવું પડશે. દક્ષિણ દિશામાં યાત્રાનો યોગ બની શકે છે. કેટલીક જગ્યાએ તમે તમારી જાતને નબળા અનુભવશો. મજાક પણ થઈ શકે છે. પરિવારના લોકો સાથ આપશે. બપોરે પણ આવક સારી રહેશે, પરંતુ બિનજરૂરી ખર્ચ અને સમયનો બગાડ થઈ શકે છે. સાંજનો સમય અનુકૂળ રહેશે. યોજના સફળ થશે અને ધન લાભ થશે. કરિયર: વેપારમાં તણાવ રહેશે. નોકરીમાં ખુશ થવાની તક મળશે. લવ: વૈવાહિક જીવનમાં સંતોષ રહેશે. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. લકી નંબર: 2-6-8 લકી કલર: લાલ શું કરવું: દુર્ગા માતા સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો.
    Click here to Read More
    Previous Article
    શનિવારનું રાશિફળ:વૃષભ અને સિંહ રાશિના લોકોને સંપત્તિ સંબંધિત લાભ થશે, કન્યા જાતકોના વિવાદો ઉકેલાશે
    Next Article
    વાપીમાં રામનવમીની શોભાયાત્રા, યોગી જેવા દેખાતા સાધુ આકર્ષણનું કેન્દ્ર:ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હજારો રામભક્તો જોડાયા

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment