Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ભાજપની ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ:“મન કી બાત ટિફિન કે સાથ” કાર્યક્રમની ચર્ચા

    15 hours ago

    હિંમતનગર તાલુકા ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીલક્ષી મહત્વપૂર્ણ બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં આગામી 29 માર્ચના રોજ યોજાનાર “મન કી બાત ટિફિન કે સાથ” કાર્યક્રમના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના સુચારુ આયોજન માટે વિવિધ જવાબદારીઓ નક્કી કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કાર્યકરોને આવનારા કાર્યક્રમને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા ઝોનલ મહામંત્રી પ્રેમલ દેસાઈ, મુખ્ય વક્તા અતુલ દીક્ષિત, પ્રભારી ગોપાલસિંહ રાઠોડ, તાલુકા સંગઠન પ્રમુખ હિતેન્દ્ર પટેલ, વિનોદ પટેલ, તાલુકા મહામંત્રી ભવરસિંહ ચૌહાણ અને ભગીરથસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ, હોદ્દેદારો, મંડલ ટીમ અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જો પણ હાજર રહ્યા હતા. સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ગેરકાયદે મિની પેટ્રોલ પંપનો પર્દાફાશ:મંજૂરી વિના ખુલ્લેઆમ સસ્તા ભાવે ઓછી ગુણવત્તાવાળા ડીઝલનું વેચાણ, અમરોલી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી
    Next Article
    મુખ્ય નિર્વાચન અધિકારીએ ઉમરેઠ પેટાચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી:આણંદમાં EVM વેરહાઉસનું ત્રિમાસિક નિરીક્ષણ પણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment