Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં EVM અને ચૂંટણી પંચ મુદ્દે કોંગ્રેસનો વિરોધ:પારદર્શિતાની માગ સાથે આવેદનપત્ર આપ્યું, ભાજપે આક્ષેપોને ખોટો નેરેટિવ ગણાવ્યા

    7 hours ago

    ચૂંટણી પંચની કામગીરી અને EVMને લઈને દેશમાં ચાલી રહેલા રાજકીય વિવાદની અસર પંચમહાલમાં પણ જોવા મળી. કોંગ્રેસે ચૂંટણી પંચ સામે ધરણાં-પ્રદર્શન કરી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું. પંચમહાલ જિલ્લા કોંગ્રેસે ગોધરાના સરદારનગર ખંડ ખાતે ધરણાં કર્યા અને સૂત્રોચ્ચાર કર્યા. બાદમાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર આપ્યું. કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયા અને EVMને લઈને સવાલો ઉઠાવ્યા. તેમણે ચૂંટણી પંચની કામગીરીમાં વધુ પારદર્શિતા અને નિષ્પક્ષતાની માંગ કરી. કોંગ્રેસના આક્ષેપો પછી પંચમહાલ ભાજપ પ્રમુખ મયંક દેસાઈએ મીડિયા સામે વિરોધ પક્ષ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ અને ભાજપ વિશે ખોટી વાત ફેલાવી ગેરસમજ ઉભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભાજપે ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા પર વિશ્વાસ રાખવાની અપીલ કરી.
    Click here to Read More
    Previous Article
    એશિયન ગેમ્સની હોકી સેમિફાઇનલમાં ભારત-પાકિસ્તાન ટકરાશે:ભારતે બાંગ્લાદેશને 10-0થી હરાવીને પૂલ-Aમાં ટોચનું સ્થાન મેળવ્યું; 1 ઑક્ટોબરે મુકાબલો થશે
    Next Article
    સુરેન્દ્રનગર મનપાની કામગીરી ઝડપી બનાવવા જિલ્લા ભાજપ પ્રમુખ એક્શનમાં:તમામ કમિટીના ચેરમેનો અને અધિકારીઓ સાથે બેઠક યોજી, બેદરકારી સામે કાર્યવાહીની ચેતવણી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment