Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર મનપાની કામગીરી ઝડપી બનાવવા જિલ્લા ભાજપ પ્રમુખ એક્શનમાં:તમામ કમિટીના ચેરમેનો અને અધિકારીઓ સાથે બેઠક યોજી, બેદરકારી સામે કાર્યવાહીની ચેતવણી આપી

    7 hours ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ ઝડપથી મળે તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં સંગઠનના સભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કમિટીના ચેરમેનો અને વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા. બાંધકામ, વીજળી, પાણી પુરવઠા, સફાઈ અને ભૂગર્ભ ગટર સમિતિના ચેરમેનો તેમજ સંબંધિત અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા. શહેરમાં પીવાના પાણીની લાઈનોમાં લીકેજ, સફાઈનો અભાવ, સ્ટ્રીટ લાઈટ અને ભૂગર્ભ ગટર ઉભરાવાની વ્યાપક ફરિયાદો હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને હાર્દિકભાઈ ટમાલિયાએ કડક વલણ અપનાવ્યું. તેમણે સ્પષ્ટ સૂચના આપી કે, નાગરિકોને મહાનગરપાલિકા બન્યાનો વાસ્તવિક લાભ મળવો જોઈએ. લોકપ્રશ્નોનું વહેલામાં વહેલી તકે નિવારણ લાવવું એ પ્રાથમિકતા છે. તેમણે ચેતવણી આપી કે, જો કોઈ કર્મચારી કે વિભાગીય જવાબદાર કામગીરીમાં બેદરકારી દાખવશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે. આ આદેશો બાદ મનપાના વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં EVM અને ચૂંટણી પંચ મુદ્દે કોંગ્રેસનો વિરોધ:પારદર્શિતાની માગ સાથે આવેદનપત્ર આપ્યું, ભાજપે આક્ષેપોને ખોટો નેરેટિવ ગણાવ્યા
    Next Article
    Himachal Rain-Snowfall Update: हिमाचल के इन 4 जिलों में बारिश का अलर्ट। Rain Alert। Himachal Weather

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment