Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ જનતા હોસ્પિટલમાં ગંગાબા મહિલા કેન્સર નિદાન કેન્દ્રનું ઉદ્ઘાટન:રોટરી ડિસ્ટ્રીક્ટ ગવર્નર નિગમ ચૌધરીએ તકતીનું અનાવરણ કર્યું

    1 day ago

    રોટરી ઇન્ટરનેશનલના ડિસ્ટ્રીક્ટ ગવર્નર નિગમભાઈ ચૌધરીએ રોટરી ક્લબ ઓફ પાટણ સિટીની વિધિવત મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, પાટણ જનતા હોસ્પિટલ ખાતે 'ગંગાબા મહિલા કેન્સર નિદાન કેન્દ્ર'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેતનભાઈ દયાળજીભાઈ અમીને તેમના માતા-પિતાના સ્મરણાર્થે આ કેન્દ્ર માટે ₹11.25 લાખનું દાન આપ્યું છે. આ દાનથી ગર્ભાશયના મુખના કેન્સરના નિદાન માટે વિડીયો કોલ્પોસ્કોપી અને થર્મો કોએગ્યુલેટર જેવા આધુનિક સાધનો હોસ્પિટલને ભેટ મળ્યા છે. આ સાધનો મહિલાઓમાં ગર્ભાશયના મુખના કેન્સરનું વહેલું નિદાન કરવામાં મદદરૂપ થશે. ઉપરાંત, જો સામાન્ય ચાંદુ હોય તો તેને શેક આપીને સારવાર પણ કરી શકાશે. આ ઉપરાંત, નવજાત શિશુમાં કમળાની માત્રા લોહી લીધા વગર તરત જ જાણી શકાય તેવું સાધન પણ દાનમાં અપાયું છે. ડિસ્ટ્રીક્ટ ગવર્નર નિગમભાઈ ચૌધરીએ 'ગંગાબા મહિલા કેન્સર નિદાન કેન્દ્ર'ની તકતીનું અનાવરણ કરીને કેન્દ્રનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ વર્ષનો તેમનો ડ્રીમ થીમ કેન્સરનું વહેલાસર નિદાન અને જાગૃતિ છે, જે આ પ્રોજેક્ટથી પરિપૂર્ણ થશે. તેમણે જનતા હોસ્પિટલની નવીન કેન્સર હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી અને જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે હોસ્પિટલના પ્રમુખ મનસુખભાઈ પટેલ, ડો. પ્રમોદભાઈ પટેલ, ડો. મિહિરભાઈ દવે (ગાયનેક), ડો. નિકુલભાઈ ઠક્કર (બાળ રોગ નિષ્ણાત), રોટરી ક્લબ ઓફ પાટણ સિટીના પ્રમુખ અશ્વિનભાઈ જોષી, વ્યોમેશભાઈ પરીખ, ડો. કે.સી. પટેલ (ગાયનેક), રમેશભાઈ પટેલ અને ભારતીબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નિવૃત્ત CRPF જવાન સામે જાહેરનામા ભંગની ફરિયાદ:પરવાનગી વગર સભા અને લાઉડસ્પીકરના ઉપયોગ બદલ કાર્યવાહી; અનંત પટેલે કહ્યું- પ્રાર્થના કરવી એ પાપ નથી
    Next Article
    સુરતના વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુલમાં ભક્તિનું ઘોડાપૂર:પદયાત્રીઓએ 4 કલાક દંડવત કરી મનોરથ પૂર્ણ કર્યા, હજારો ભાવિકોએ કર્યો દૂધ અભિષેક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment