Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત્ત CRPF જવાન સામે જાહેરનામા ભંગની ફરિયાદ:પરવાનગી વગર સભા અને લાઉડસ્પીકરના ઉપયોગ બદલ કાર્યવાહી; અનંત પટેલે કહ્યું- પ્રાર્થના કરવી એ પાપ નથી

    20 hours ago

    વાંસદા પોલીસે સરા ગામના એક નિવૃત્ત CRPF જવાન વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જવાન પર પરવાનગી વિના 800 થી 1000 લોકોની મેદની એકઠી કરીને લાઉડસ્પીકરનો ઉપયોગ કરી ધાર્મિક કાર્યક્રમ યોજવાનો આરોપ છે. આ ઘટના 24 માર્ચ, 2024 ના રોજ બની હતી. ઉનાઈ આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સરા ગામના ગામીત ફળિયામાં મોટા અવાજે લાઉડસ્પીકર વગાડીને કોઈ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ઘટનાસ્થળે પહોંચતા, પોલીસે ખ્રિસ્તી ધર્મના આશીર્વચન અને બાઈબલના પ્રવચનનો કાર્યક્રમ ચાલતો જોયો હતો. કાર્યક્રમના આયોજક તરીકે કમલેશભાઈ દિલીપભાઈ પટેલ (ઉંમર 45, રહે. સરા ગામ) ની ઓળખ થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ આસામ ખાતે CRPFની 30 બટાલિયનમાંથી નિવૃત્ત થયા છે અને પોતાની નિવૃત્તિના સન્માનમાં તેમજ પ્રભુનો આભાર માનવા માટે આ ભોજન સમારંભ અને ધાર્મિક સભાનું આયોજન કર્યું હતું. જોકે, કમલેશભાઈ પટેલે આ સભા અને લાઉડસ્પીકરના ઉપયોગ માટે કાર્યપાલક મેજિસ્ટ્રેટ (વાંસદા) કે અન્ય કોઈ સત્તાધિશ પાસેથી પૂર્વ મંજૂરી મેળવી ન હતી. નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા કાયમી જાહેરનામા મુજબ આવા કાર્યક્રમો માટે પૂર્વ મંજૂરી ફરજિયાત છે. આ જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે કમલેશભાઈ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં 5,000 જેટલા લોકો એકઠા થયા હતા અને મહારાષ્ટ્રથી પાસ્ટરને બોલાવી પ્રવચન શરૂ કરાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. હિન્દુ સંગઠનોએ આને ધાર્મિક પ્રચારનો એજન્ડા ગણાવ્યો છે. ષડયંત્રનો આક્ષેપ: "ગરીબ આદિવાસીઓને લક્ષ્ય બનાવવામાં આવે છે" હિન્દુ સંગઠનના અગ્રણી અશ્વિનભાઈ બારોટે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, "અમને જવાનની દેશસેવા માટે ગૌરવ છે, પરંતુ આ કાર્યક્રમમાં 4 થી 5 હજાર ગરીબ આદિવાસીઓને એકત્ર કરી ધર્માંતરણનું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે. તાપી જિલ્લાની જેમ હવે નવસારીના અંતરિયાળ ગામોમાં પણ આવી પ્રવૃત્તિઓ વધી રહી છે, જેની સામે પ્રશાસને સતર્ક થવું જરૂરી છે." આસપાસના 10 ગામોમાં અશાંતિનો ભય પોલીસને આપવામાં આવેલી અરજીમાં સરા ઉપરાંત ધરમપુરી, કેવડી, ખરજઇ, કુકડા અને મહુવાસ જેવા વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રામજનોનો દાવો છે કે બહારથી આવતા લોકો દ્વારા આવી પ્રવૃત્તિઓ ચલાવી આદિવાસી સમાજમાં અંદરોઅંદર વેરભાવ અને અશાંતિ ઊભી કરવામાં આવી રહી છે હોવાનો આક્ષેપ કરાયો છે રાજકીય પક્ષોના પ્રતિભાવો ધારાસભ્ય અનંત પટેલે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "આદિવાસીઓ જન્મથી જ આદિવાસી છે, કોઈ ધર્મથી નહીં. બંધારણના આર્ટિકલ 25 મુજબ અનામતનો લાભ જન્મના આધારે મળે છે. અમે પ્રકૃતિ પૂજક છીએ અને અમારી પોતાની સંસ્કૃતિ છે. પ્રાર્થના કરવી એ કોઈ પાપ નથી, તે દિવસે પણ માત્ર પ્રાર્થના જ થઈ રહી હતી." તેમણે ઉમેર્યું કે મોહનભાઈ કોકણીની વાત સાચી છે, આદિવાસી અસ્મિતા અને રીત-રિવાજો સર્વોપરી છે અને આદિવાસીત્વ એ કોઈ ધર્મનું મહોતાજ નથી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના પામ ગ્લોરીના બિલ્ડર બંધુઓ અને ભાભીની ધરપકડ:સોલા અને થલતેજમાં કરોડોની કિંમતની જમીનો આપવાનું કહી 41 કરોડ પડાવ્યા, 20થી 25 લોકો છેતરાયા હોવાની શક્યતા
    Next Article
    પાટણ જનતા હોસ્પિટલમાં ગંગાબા મહિલા કેન્સર નિદાન કેન્દ્રનું ઉદ્ઘાટન:રોટરી ડિસ્ટ્રીક્ટ ગવર્નર નિગમ ચૌધરીએ તકતીનું અનાવરણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment