Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વયોવૃદ્ધોને મળતી માસિક પેન્શન‎સહાય 4 મહિનાથી જમા નથી થઈ‎:દસાડાના પૂર્વ ધારાસભ્યએ સમાજ સુરક્ષા નિયામકને લેખિત રજૂઆત કરી

    22 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં દાસાડા તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં વયોવૃદ્ધોને મળતી માસિક પેન્શન સહાય છેલ્લા 3થી 4 મહિનાથી ન ચૂકવાઈ હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. આ અંગે દાસાડાના પૂર્વ ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નૌશાદ સોલંકીએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક સમાજ સુરક્ષાને લેખિત પત્ર પાઠવીને તાત્કાલિક પેન્શન ચૂકવવાની માગણી કરી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પેન્શનની રકમ બેંક ખાતામાં જમા ન થવાના કારણે ગરીબ વૃદ્ધો પોતાના નિયમિત દવાનો ખર્ચ અને દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે લાચાર બન્યા છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાંથી આ અંગે સતત ફરિયાદો ઊઠી રહી છે અને નિરાધાર બનેલા વૃદ્ધોમાં ભારે અસંતોષ તથા રોષ જોવા મળી રહ્યો છે. રજૂઆતને ધ્યાને લઈ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે જરૂરી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે. વૃદ્ધ સહાયની બાકી નીકળતી તમામ રકમ કોઈપણ જાતના વિલંબ વિના તમામ લાભાર્થીઓને એકસાથે ચૂકવી આપવા માટે કડક કાર્યવાહી થાય. જિલ્લા કોંગ્રેસ સમિતિ દસાડાના પ્રમુખ નૌશાત સોલંકીએ જણાવ્યું કે, ગરીબ અને નિરાધાર વયોવૃદ્ધ નાગરિકો માટે સરકાર તરફથી મળતી આ માસિક પેન્શન સહાય જ જીવન નિર્વાહનો મુખ્ય આશરો હોય છે. છેલ્લા 4 મહિનાથી આ રકમ બેંક ખાતામાં જમા ન થવાના કારણે ગરીબ વડીલો પોતાની નિયમિત દવાઓ, સારવાર અને દૈનિક જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાંથી આ અંગે સતત ફરિયાદો આવી રહી છે અને વૃદ્ધોમાં ભારે અસંતોષ છે. સરકારે તાત્કાલિક ગ્રાન્ટ ફાળવીને તમામ બાકી હપ્તા એકસાથે ચૂકવવા જોઈએ.
    Click here to Read More
    Previous Article
    એકથી દોઢ ફૂટના ઊંડા ખાડા:મ્યુનિ. હાઈસ્કૂલ પાસે સિરામિક ઉદ્યોગ તરફ જવા વળાંક આવે છે જ્યાં 40-40 ટનની ગાડી નિકળતા લોકોને હાલાકી
    Next Article
    જિલ્લાના 49043 રેશનકાર્ડ ધારકોનું કેવાયસી હજુ બાકી‎:નોંધણી ન થાય તો શિષ્યવૃત્તિ, મકાન સહાય, કૃષિ સહાય, આયુષ્યમાન સહિતની યોજનાઓના લાભ ન મળે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment