Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લાના 49043 રેશનકાર્ડ ધારકોનું કેવાયસી હજુ બાકી‎:નોંધણી ન થાય તો શિષ્યવૃત્તિ, મકાન સહાય, કૃષિ સહાય, આયુષ્યમાન સહિતની યોજનાઓના લાભ ન મળે‎

    23 hours ago

    રેશનકાર્ડને કેવાયસી કરાવવાનું ફરજિયાત કરાવવું જાહેર કરાયા બાદ છેલ્લા 1 વર્ષથી સુધારા વધારા કે કેવાયસી કરાવવામાં આવછી રહ્યું છે. ત્યારે હાલ જિલ્લામાં હજુ 49043 ઇકેવાયસી કરાવવાનું બાકી છે. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં બાકી હોવાથી તંત્રે કેવાયસી પૂરું કરાવવા તાકીદ કરાઇ છે. સરકારી યોજનાઓનો કે એનએફ એસએ, આયુષ્યમાન ભારત યોજના, વિદ્યાર્થીની શિષ્યવૃતિ, મકાન સહાય, કૃષિ સહાયમાં લાભ લેવા માટે રાશનકાર્ડ પણ મહત્વનું હોય છે. ત્યારે જિલ્લાના કુલ 10,42,276 રાશન કાર્ડના લાભાર્થીઓ હાલ નોંધાયેલા છે. જેમની એક વર્ષ પહેલા કેવાયસી કામગીરી શરૂ કરાઇ હતી. કેવાસી ન થયું હોવાથી તેમને તે મહિનાનો રેશન પુરવઠો પણ ન મળતા કેવાયસી માટે દોડા કરી જેમાં જનસેવા કેન્દ્રમાં સવારથી લોકોની લાઈનો લાગતી હતી. ત્યારે અત્યાર સુધી કામગીરી બાદ પણ તેમાંથી 49043 નું ઇ કેવાયસી કરાવવાનું બાકી છે. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગર શહેરમાં બાકી છે. હાલ બાકીના કાર્ડ ઇકેવાયસી કરાવવા તંત્રમાં દોડધામ મચી છે. આ રીતે કરો જાતે ઇકેવાયસી‎ માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો એપ્લિકેશન ઓપન કરી તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નાખી ઓટીપી દ્વારા લોગિન કરો. લોગિન થયા પછી તમારો 12 અંકનો રાશનકાર્ડ નંબર દાખલ કરો. સ્ક્રીન પર દેખાતા ઇકેવાયસી અથવા અપડેટ કેવાયસી ઓપ્શન પર ક્લિક કરો. તમારા રાશનકાર્ડમાં જોડાયેલા તમામ સભ્યોના નામ સ્ક્રીન પર દેખાશે. જે સભ્યનું ઇ કેવાયસી બાકી હોય તેમના નામના આધારે આધાર નંબર ચકાસી ગેટ ઓટીપી પર ક્લિક કરો. આધાર સાથે લિંક થયેલા મોબાઇલ નંબર પર આવેલો ઓટીપી નાખી સબમિટ કરો. કેટલાક કિસ્સામાં મોઢાનો ફોટો પાડીને ચહેરો વેરિફાય કરવાનો વિકલ્પ આવે છે, તેના માટે પ્લે સ્ટોર પરથી આધાર ફેસઆરડી એપ ઇન્સ્ટોલ કરેલી હોવી જરૂરી છે. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ઓફિશિયલ વેબસાઇટ ipds.gujarat.gov.in અથવા dcs-dov.gujarat.gov. in પર જાઓ. ત્યાં ઇ-કેવાયસી / Ration Card Services વિકલ્પ પસંદ કરો. તમારો રાશનકાર્ડ નંબર-આધાર નંબર દાખલ કરી OTP દ્વારા વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરો. કેવાયસી ન કરાવનારને નોટિસ આપી ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઇ છે રેશન કાર્ડ ઇ-કેવાયસી કરાવવા માટે કોઈ ચોક્કસ છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ નાગરિકોને શક્ય તેટલું વહેલું ઇ-કેવાયસી કરાવી લેવાની સલાહ આપવામાં આવે છે. ઇ-કેવાયસી ન કરાવનાર કાર્ડધારકોને સંબંધિત મામલતદાર કચેરી દ્વારા પહેલા નોટિસ આપવાની અને ચકાસણી વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. 0થી 5 વર્ષ સુધીના બાળકો, 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો આ વયજૂથના સભ્યોનું ઇ-કેવાયસી ન થયું હોય તો પણ તેમનું રેશન બંધ કરવામાં આવતું નથી. - એ.જી. ગજ્જર જિલ્લા, પુરવઠા અધિકારી રાશનકાર્ડ કેવાસીમાં થતી મુશ્કેલીઓ‎ રાશનકાર્ડમાં જો આધાર નંબર લીંક ના હોય તો પહેલા આધારકાર્ડ લીંક કરાવવું પડે છે - એન્ડ્રોઇડ મોબાઇલ ન હોય તો તેમને મુશ્કેલી થાય - સર્વર ધીમુ ચાલતુ કેવાયસી કામગીરીમાં હોવાથી મુશ્કેલી.
    Click here to Read More
    Previous Article
    વયોવૃદ્ધોને મળતી માસિક પેન્શન‎સહાય 4 મહિનાથી જમા નથી થઈ‎:દસાડાના પૂર્વ ધારાસભ્યએ સમાજ સુરક્ષા નિયામકને લેખિત રજૂઆત કરી
    Next Article
    સ્થાનિક પ્રતિનિધિઓની રજૂઆતો:થાનગઢ લાખામાંચી અને સરોડી વચ્ચેનો બેઠો પુલ વરસાદમાં ધોવાયો, રૂ. 1.90 કરોડના ખર્ચે નવો અને ઊંચો બ્રિજ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment