Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, ભારત પાસે 190 પરમાણુ બોમ્બ, અમેરિકાના ગુપ્ત રિપોર્ટમાં ધડાકો, પુતિન અને જિનપિંગ બન્ને આજે ભારતમાં

    8 hours ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર બ્રિક્સ સમિટ સાથે જોડાયેલા છે, પુતિન અને જિનપિંગ બંને ભારત આવશે. બીજા સમાચાર અમેરિકી રિપોર્ટના છે, જેમાં દાવો કરાયો છે કે ભારત પાસે 190 પરમાણુ બોમ્બ છે. અમે તમને એ પણ જણાવીશું કે ટ્રમ્પે યુવાનોને પૈસા વહેંચવાની જાહેરાત શા માટે કરી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. 2. બેંક યુનિયનો અઠવાડિયામાં 5 દિવસ કામની માંગણીને લઈને દેશભરમાં હડતાળ કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. BRICSમાં જિનપિંગ-પુતિન બંને આવશે:ગલવાન અથડામણ પછી ચીનના રાષ્ટ્રપતિની ભારતની પહેલી મુલાકાત, PM મોદી સાથે બેઠક શક્ય ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ BRICS શિખર સંમેલનમાં ભાગ લેવા ભારત આવશે. ચીનના વિદેશ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થવાની સંભાવના છે. જો આ બેઠક થાય છે, તો જૂન 2020માં થયેલી ગલવાન હિંસા પછી બંને નેતાઓની ભારતમાં આ પ્રથમ દ્વિપક્ષીય વાતચીત હશે.સંપૂર્ણ સમાચાર વાંચો 2. ભારત પાસે 190 પરમાણુ હથિયારો:નવી મિસાઇલો સાથે સમુદ્રમાં બનાવી રહ્યું છે ‘ન્યુક્લિયર કવચ’, વધુ 35 બનાવવા લાયક પ્લુટોનિયમ પણ છે; અમેરિકી થિંક ટેન્કના રિપોર્ટમાં દાવો ભારત પાસે 190 પરમાણુ હથિયારો છે. તેમાંથી 160થી વધુ હથિયારો એવી મિસાઇલો અને અન્ય સિસ્ટમ્સ માટે તૈયાર છે, જે પરમાણુ હુમલો કરવામાં સક્ષમ છે. આ માહિતી અમેરિકન થિંક ટેન્ક ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ્સ (FAS)ના નવા રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટ મુજબ, ભારત પાસે 225 વધુ પરમાણુ હથિયારો બનાવવા માટે પ્લુટોનિયમ પણ છે. આ ઉપરાંત, તે સમુદ્રમાં ‘ન્યુક્લિયર કવચ’ પણ બનાવી રહ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. અમેરિકામાં પણ રેવડી!:ટ્રમ્પે કહ્યું-જો મિડટર્મ ચૂંટણી જીતીશ તો દરેક મતદારને ₹5-5 લાખ આપીશ, ₹128 લાખ કરોડ ખર્ચ કરવા પડશે, આ પાકિસ્તાનની ઈકોનોમીના 3.3 ગણા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો નવેમ્બરની મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી પ્રતિનિધિ સભા અને સેનેટ બંનેમાં બહુમતી જાળવી રાખશે, તો દરેક (પુખ્ત વયના) અમેરિકનને 5000 ડોલર (લગભગ 4.76 લાખ રૂપિયા) આપવામાં આવશે. ડલાસમાં રિપબ્લિકન કન્વેન્શનમાં ટ્રમ્પે કહ્યું, “જો રિપબ્લિકન પ્રતિનિધિ સભા એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ અને સેનેટ બંનેમાં જીતશે, તો તમને 5000 ડોલર મળશે.” તેમણે તેને ‘ટ્રમ્પ ડિવિડન્ડ’ નામ આપ્યું અને કહ્યું કે આ અમેરિકાની “આર્થિક તાકાત અને સફળતા”ને કારણે આપવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. 'મુસ્લિમો પણ ગરબા જોવા આવે તો તેમાં કંઈ ખોટું નથી':અમૃતા ફડણવીસે ફરી મુસ્લિમોની એન્ટ્રીનું સમર્થન કર્યું, કહ્યું- મને ટ્રોલિંગ વાઇફ બનાવી રહ્યા છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે ગરબામાં મુસ્લિમોના પ્રવેશના સમર્થનમાં ફરીથી પોતાની વાત દોહરાવી. તેમણે કહ્યું- મને આ મુદ્દે પોલિટિકલ વાઇફ બનાવીને ટ્રોલ કરવામાં આવી રહી છે, જ્યારે હું પોલિટિકલ નથી. હું એક સોશિયલ એક્ટિવિસ્ટ અને નાગરિક તરીકે મારો અભિપ્રાય રાખું છું. અમૃતાએ બુધવારે રાત્રે નાગપુરમાં એક કાર્યક્રમ પછી મીડિયાને કહ્યું- નવરાત્રી અને ગરબા જેવા તહેવારો બધાને સાથે લઈને ચાલનારા છે અને તેમાં જાતિ-ધર્મનો ભેદભાવ ન હોવો જોઈએ. ઓળખપત્ર તપાસવું ખૂબ સારી પ્રથા છે, પરંતુ ધર્મના આધારે લોકોની તપાસ કરવી યોગ્ય નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. ઐતિહાસિક ધોલાઈ! ભારતે 19-0થી પાકિસ્તાનને કચડ્યું:મહિલા હોકી ટીમે ક્યારેય ન ભૂલે તેવો પાઠ ભણાવ્યો, પૂજાની હેટ્રિક; જુનિયર એશિયા કપની સેમિફાઇનલમાં એન્ટ્રી ભારતીય જુનિયર મહિલા હોકી ટીમે પાકિસ્તાન પર 19 ગોલ કરીને રેકોર્ડ જીત નોંધાવી. પાકિસ્તાની ટીમ એક પણ ગોલ કરી શકી નહીં. મહિલા જુનિયર હોકીમાં ભારતની આ સૌથી મોટી જીત છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે ગુરુવારે જુનિયર એશિયા કપના ક્વાર્ટર ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. ભારતે પહેલા હાફમાં 10 અને બીજા હાફમાં 9 ગોલ કર્યા. સંપૂર્ણ સમાચાર વાંચો 6. અમદાવાદમાં ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારનો વિરોધ:શુભમ ઠાકર સહિત NSUI કાર્યકરે કાળા વાવટા ફરકાવ્યા, 'પંચાયતની ચૂંટણી સમયે ઉમેદવારોને દબાણની ફરિયાદ છતા મૌન રહેતા વિરોધ' ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર આજે 10 સપ્ટેમ્બરે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ત્યારે સાંજના સમયે AMAનો કાર્યક્રમ પૂર્ણ કરીને પરત ફરતા હતા ત્યારે NSUIના કાર્યકર શુભમ ઠાકર અને જયસિંહ ઠાકોરે કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે દબાણપૂર્વક અનેક ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી લેવામાં આવ્યા હતા. જે મામલે ફરિયાદો થઈ હોવા છતાં પણ જ્ઞાનેશ કુમાર મૌન રહ્યા હતા જેને લઈને વિરોધ કર્યો હોવાનું શુભમ ઠાકરનું કહેવું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. ઇન્ડિગો ફ્લાઇટમાં 'BOMB' લખેલું ટિશ્યૂ મળ્યું, અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ:તમામ મુસાફરોના હેન્ડ રાઈટીંગ સેમ્પલ લેવાયા, 10 દિવસમાં બીજીવાર દમામની ફ્લાઇટને ધમકી લખનઉથી સાઉદી અરેબિયાના દમામ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ નંબર 6E-097માં ટિશ્યુ પેપર પર 'બોમ્બ' લખેલી ચિઠ્ઠી મળી આવતાં અફરાતફરી સર્જાઈ હતી. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત 133 લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાંજે 5:55 વાગ્યે વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢીને બોમ્બ સ્ક્વોડ અને સિક્યુરિટી એજન્સીઓએ સઘન તપાસ શરૂ કરવાની સાથે મુસાફરોના રાઇટિંગ સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ ગડકરીએ કહ્યું- શરમ આવે છે મને:મુંબઈ-ગોવા હાઈવેનું કામ 2016માં પૂરું કરવાનું હતું, હજુ સુધી થયું નથી, ઉદ્ઘાટનમાં નહીં જાઉં; કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાનો રેકોર્ડ બનાવીશ (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ માંડ માંડ બચ્યા યુક્રેનનાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી:વિમાન સાથે ડ્રોન ટકરાવાનું હતું, મોલ્દોવાથી ઉડાન ભરતી વખતે બની ઘટના; નોર્વેનાં વડાપ્રધાનનો ખુલાસો (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ લદ્દાખ મુદ્દે સોનમ વાંગચુકની ચેતવણી:કહ્યું- જો સરકાર તરફથી ખાતરી નહીં મળે તો 19થી 24 સપ્ટેમ્બર સુધી આંદોલન કરીશું (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ ભારતે નેપાળ માટે 8મી વખત રાહત સામગ્રીનો જથ્થો મોકલ્યો:35 ટન રાહત સામગ્રી કાઠમંડુ પહોંચી, પૂરમાં અત્યાર સુધીમાં 1367 મૃતદેહો મળ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ ચાંદી ₹3,307 વધીને ₹2.39 લાખ પ્રતિ કિલો પર પહોંચી:સોનું ₹542 મોંઘું થઈને 1.54 લાખનું 10 ગ્રામ થયું, આ વર્ષે ભાવ ₹21 હજાર વધ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. સ્પોર્ટ્સઃ 2027 વર્લ્ડકપ રમવા પર રોહિત બોલ્યા- ટુર્નામેન્ટ હજુ ઘણી દૂર:જ્યારે આવશે ત્યારે જોઈશું; 27 સપ્ટેમ્બરથી વેસ્ટ ઈન્ડિઝ સામે રમતા જોવા મળશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ધર્મઃ કુંડળીના ગ્રહો પરથી શનિનું ભ્રમણ લાવે મોટું પરિવર્તન:ક્યારે દાંપત્યજીવનમાં આગ લાગે અને ક્યારે બુદ્ધિ ભ્રષ્ટ થાય? જાણો તમારી કુંડળીમાં શનિનું અસલી ફળ! (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ દુનિયાની સૌથી પાતળી કાર, પહોળાઈ 50 સેન્ટિમીટર ઇટાલીના એક મિકેનિકે એવી પાતળી કાર બનાવી છે જે સામેથી જોતા રમકડા જેવી લાગે છે. તેની પહોળાઈ માત્ર 50.20 સેન્ટિમીટર છે. તેમાં ફક્ત ડ્રાઈવરના બેસવાની જગ્યા છે. એન્ડ્યુ મારાજીએ પોતાના સ્ક્રેપયાર્ડ અને વર્કશોપમાં આ કાર તૈયાર કરી. તેમણે 1993ની ફિયાટ પાંડા કારના ઓરિજિનલ ભાગોનો ઉપયોગ કર્યો, પરંતુ બોડીને ખૂબ જ પાતળી કરી દીધી. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ટ્રમ્પને રેલો આવ્યો, ચૂંટણી જીતવા મોટો દાવ:મત માટે 5-5 હજાર ડોલરની ઓફર, ભારતનું રેવડી મોડલ અપનાવ્યું, અમેરિકામાં પણ કોના બાપની દિવાળી જેવો ઘાટ 2. BAPSનો 'એફિલ ટાવર' જેવડો વિવાદ:સંપ્રદાયમાં સ્ત્રીઓથી દૂર રહેવાનો નિયમ, દૂર કરવાનો નહીં; સનાતનીએ કહ્યું - ગુજરાતે સાધુઓને માથે ચડાવ્યા છે 3. રાતના અંધારામાં ચોરી-છુપે લોકો દફનવિધિ કરતા, હવે VIP વિદાય:પેટ પેરેન્ટ્સની કારમી ચીસો સાંભળી કર્મચારીઓ પણ રડી પડે છે, ગુજરાતના પહેલા અનોખા સ્મશાનની ભાવુક કરી દેતી કથા 4. આજનું એક્સપ્લેનર:'2030 સુધીમાં AI માણસોને મારી નાખશે', રિસર્ચરે રાજીનામામાં ચેતવણી આપી; AIની દુનિયામાં અંદરખાને શું ચાલી રહ્યું છે? 5. મોદીના માવાનો કાઠિયાવાડમાં કરંટ, VIDEO:બુલેટવાળા સાહેબે સપાટો બોલાવ્યો, ભાજપના નેતાનો જાદુ જુઓ, મહામંત્રીને ગાયબ કરી દીધા! 6. 'કન્ટ્રોલિંગ બોયફ્રેન્ડને છોડવા માંગુ છું':'પણ ડર છે કે ક્યાંક આખી જિંદગી એકલી ન રહી જાઉં, પરિવાર પણ લગ્ન માટે દબાણ કરે છે, શું કરું?' 7. બ્લેકબોર્ડ: તું હિજડાનો છોકરો, તારી મા તાળી પાડીને કમાય છે':પડોશીઓ કહે છે- તને કિન્નરોની ટોળીમાં સામેલ કરશે, કિન્નરના બાળકોની કહાની 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળઃવૃશ્ચિક અને કુંભ જાતકોને શુભ પરિણામ મળશે, ભાગ્ય પક્ષમાં રહેશે, મકર અને મીન માટે સમય ફાયદાકારક (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    BRICS સમિટમાં ભારત નહીં આવે બાંગ્લાદેશી PM રહેમાન:બાંગ્લાદેશે કહ્યું- વડાપ્રધાન તરીકે આમંત્રણ મળ્યું ન હતું; બીજી વખત ભારતની મુલાકાત રદ થઈ
    Next Article
    ટ્રમ્પનો 113 લાખ કરોડનો નવો દાવ:નવેમ્બરની ચૂંટણી જીતવા ભારતનું ખતરનાક રેવડી મોડલ અપનાવ્યું, આઠ મુદ્દામાં સમજો મફતની યોજનાઓનું અસલી ગણિત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment