Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુરના કેપ્ટન શંકર ગવળીની નિવૃત્તિ બાદ પણ રાષ્ટ્રસેવા ચાલુ:સરકારી ભરતીની નિઃશુલ્ક તાલીમ આપી અત્યાર સુધીમાં 113 યુવાનોને દેશ સેવામાં જોડ્યા

    15 hours ago

    વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામના 63 વર્ષીય નિવૃત્ત કેપ્ટન શંકર ચીમનભાઈ ગવળી સેનામાં 33.5 વર્ષ સેવા આપ્યા બાદ પણ રાષ્ટ્રસેવામાં યોગદાન આપી રહ્યા છે. વર્ષ 2013માં કેપ્ટન પદેથી નિવૃત્ત થયા બાદ તેમણે આદિવાસી વિસ્તારના યુવાનોને સરકારી સેવામાં જોડાવા માટે તાલીમ આપવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં તેમની તાલીમથી 113 યુવાનો સરકારી સેવામાં જોડાઈ ચૂક્યા છે. બાળપણથી જ દેશસેવાનો જુસ્સો સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા શંકર બાળપણથી જ દેશસેવા માટે પ્રેરિત હતા. ગામના નિવૃત્ત એરફોર્સ અધિકારી સ્વ.દિનકરભાઈ પટેલના માર્ગદર્શનથી તેઓ વર્ષ 1980માં ગોધરા ખાતે યોજાયેલી આર્મીની ભરતીમાં જોડાયા હતા. ફિઝિકલ, લેખિત અને મેડિકલ પરીક્ષા પાસ કર્યા બાદ તેમની સૈનિક તરીકે પસંદગી થઈ હતી. અનેક રાજ્યોમાં ફરજ, શ્રીલંકામાં LTTE સામેના સંઘર્ષનો અનુભવ સૈન્ય કારકિર્દી દરમિયાન શંકરએ સિક્કિમ, મધ્યપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિતના વિવિધ રાજ્યોમાં ફરજ બજાવી હતી. સિક્કિમમાં માઈનસ ડિગ્રી તાપમાનમાં સેવા આપવાનો તેમનો અનુભવ પડકારજનક રહ્યો હતો. વર્ષ 1987માં શ્રીલંકામાં LTTE સામેના સંઘર્ષ દરમિયાન શંકર શાંતિસેનાનો ભાગ બન્યા હતા. આ દરમિયાન તેમની કંપની પર હુમલો થયો હતો, જેમાં અનેક ભારતીય જવાનો ઘાયલ થયા હતા. આ અનુભવ તેમની સૈન્ય કારકિર્દીનો મહત્વપૂર્ણ અને પડકારજનક તબક્કો રહ્યો હતો. કારગિલ યુદ્ધ દરમિયાન 84 દિવસ સુધી સેવા કારગિલ યુદ્ધ દરમિયાન કેપ્ટન ગવળી નૌશેરા સેક્ટરમાં ફરજ પર હતા. યુદ્ધ શરૂ થતાં તેમને કાઉન્ટર ઇન્સર્જન્સી ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. યુદ્ધના મોરચાથી આશરે 20 કિલોમીટર દૂર આવેલા એડવાન્સ ડ્રેસિંગ સ્ટેશન પર ચારેય તરફથી થતા ગોળીબાર વચ્ચે તેમણે સતત 84 દિવસ સુધી ફરજ બજાવી હતી. કારગિલ યુદ્ધ દરમિયાન આપેલી સેવા અને યોગદાન બદલ તેમને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સૈન્ય સેવાના સમયગાળા દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. નિવૃત્તિ બાદ યુવાનોને સરકારી ભરતી માટે તાલીમ સેનામાંથી નિવૃત્તિ બાદ શંકર દશેરાપાટી ખાતે સ્વ. દિનકરભાઈ પટેલે શરૂ કરેલી મિલિટરી ટ્રેનિંગ એકેડેમી સાથે જોડાયા હતા. નિવૃત્ત આર્મી જવાનો સાથે મળીને તેઓ આદિવાસી વિસ્તારના યુવાનોને આર્મી, BSF, CISF, પોલીસ અને ફોરેસ્ટ વિભાગ જેવી સરકારી ભરતીઓ માટે નિઃશુલ્ક તાલીમ આપે છે. યુવાનોને દરરોજ આશરે દોઢ કલાકની ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ઉપરાંત થિયરી, લેખિત પરીક્ષા અને ટેસ્ટની તૈયારી પણ કરાવવામાં આવે છે. સૈન્યમાં મેળવેલા અનુભવનો ઉપયોગ કરીને શંકર યુવાનોમાં શિસ્ત, મહેનત અને દેશસેવાની ભાવના વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 113 યુવાનો સરકારી સેવામાં જોડાયા શંકરની નિઃશુલ્ક તાલીમનો લાભ લઈ અત્યાર સુધીમાં 113 યુવાનો આર્મી સહિત વિવિધ સરકારી સેવાઓમાં જોડાઈ ચૂક્યા છે. નિવૃત્તિ બાદ પણ યુવાનોને દેશસેવા માટે તૈયાર કરવાનું તેમનું કાર્ય આદિવાસી વિસ્તારના અનેક પરિવારો માટે પ્રેરણારૂપ બન્યું છે. શંકર કહે છે કે, “મારી સૌથી મોટી ખુશી એ છે કે યુવાનો દેશસેવા માટે આગળ આવે. આઝાદી અનેક વીરોનાં બલિદાનથી મળી છે. નવી પેઢીએ આઝાદીની કિંમત સમજવી અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાને જીવનમાં ઉતારવી જોઈએ. સૈનિક સેવામાંથી નિવૃત્ત થઈ શકે, પરંતુ સાચા સૈનિકના હૃદયમાંથી દેશસેવાની ભાવના ક્યારેય નિવૃત્ત થતી નથી.”
    Click here to Read More
    Previous Article
    પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ:આરોગ્ય, શિક્ષણ, સમાજ કલ્યાણ યોજનાઓ છેવાડા સુધી પહોંચાડવા અનુરોધ
    Next Article
    પંચમહાલમાં જુગારધામ પર પોલીસની કાર્યવાહી:18 જુગારી ઝડપાયા, રૂ. 1.21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment