Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકથી દોઢ ફૂટના ઊંડા ખાડા:મ્યુનિ. હાઈસ્કૂલ પાસે સિરામિક ઉદ્યોગ તરફ જવા વળાંક આવે છે જ્યાં 40-40 ટનની ગાડી નિકળતા લોકોને હાલાકી

    21 hours ago

    થાનગઢ શહેરની મ્યુનિસિપલ હાઈસ્કૂલથી લઈને ધોળેશ્વર ફાટક સુધીનો રસ્તો અત્યંત ખરાબ અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ માર્ગ પર એકથી દોઢ ફૂટ જેટલા ઊંડા ખાડા પડી જતાં અકસ્માતની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા બાંધકામ વિભાગ અથવા માર્ગ મકાન વિભાગ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે. મ્યુનિસિપલ હાઈસ્કૂલ પાસે સિરામિક ઉદ્યોગ ક્ષેત્ર તરફ જવા માટે મોટો શાર્પ ટર્ન વળાંક આવે છે. મોરબી અને વાંકાનેર તરફથી આવતી 40-40 ટનની ભારે ગાડીઓ જ્યારે અહીંથી વળાંક લે છે, ત્યારે ટાયરોના ઘર્ષણને કારણે વારંવાર ડામર ઉખડી જાય છે અને મોટા ખાડા પડી જાય છે. ધોળેશ્વર રેલવે ફાટક પાસે ચડતો ઢાળ હોવાથી સિરામિકનો માલ ભરેલી 40 ટનની ગાડીઓને ચડવામાં ભારે મુશ્કેલી પડે છે અને ખાડામાં વાહનો ફસાઈ જવાના બનાવો બની રહ્યા છે. અત્યારે માત્ર થીંગડા મારવાને બદલે અથવા ડામર રોડ બનાવવાને બદલે જો તંત્ર દ્વારા આ માર્ગ પર મજબૂત સીસી રોડ બનાવવામાં આવે તો જ આ રસ્તો ટકી શકે તેમ છે. અકસ્માતનો ભય ટળે તે માટે સંબંધિત સરકારી તંત્ર તુરંત જાગીને કામગીરી શરૂ કરે તેવી લોકમાંગ ઊઠી છે. આ અંગે દિનુભાઈ ભગત સૂર્યપ્રકાશ નવનીતભાઈ શાહે જણાવ્યું કે થાનગઢમાં મોરબી અને વાંકાનેરથી દૈનિક ધોરણે અનેક ભારે વાહનોની અવરજવર રહે છે, જેના કારણે સરકારને મોટો ટેક્સ મળે છે. આમ છતાં રસ્તાની આવી દયનીય સ્થિતિ અસ્વીકાર્ય છે. જે કોઈ પણ વિભાગની જવાબદારી આવતી હોય તેણે તાત્કાલિક રોડ રિપેર કરાવવો જોઈએ જેથી કરીને કોઈ મોટો અકસ્માત ન સર્જાય.
    Click here to Read More
    Previous Article
    પ્લગ નર્સરીનું હબ બન્યું મહેસાણાનું માઢી ગામ:વર્ષે 70 કરોડથી વધુ ધરૂનું ઉત્પાદન, ₹100 કરોડનું ટર્નઓવર
    Next Article
    વયોવૃદ્ધોને મળતી માસિક પેન્શન‎સહાય 4 મહિનાથી જમા નથી થઈ‎:દસાડાના પૂર્વ ધારાસભ્યએ સમાજ સુરક્ષા નિયામકને લેખિત રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment