Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુમકુમ મંદિરે સ્વામિનારાયણ ભગવાનના જીવન પર પોડકાસ્ટ યોજાયો:સદાચાર, સાદગી, સંતોષથી જીવન સુખમય બને છે: સાધુ પ્રેમવત્સલદાસજી

    16 hours ago

    અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે ૨૬ માર્ચના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવનકવન પર લાઇવ પોડકાસ્ટ કાર્યક્રમ યોજાયો હતો. સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત આ મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી અને પ્રવક્તા પ્રો. અશ્વિનભાઈ આણદાણી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને માત્ર ૧૧ વર્ષની ઉંમરે ૭ વર્ષ સુધી ઉઘાડા પગે ૧૨,૦૦૦ કિલોમીટરનું વિચરણ કર્યું હતું. તેમણે બદરીનાથમાં ૬ મહિના સુધી ખુલ્લા શરીરે તપ કર્યું હતું. આ તપશ્ચર્યા દર્શાવે છે કે તેઓ સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. માત્ર ૨૫ વર્ષના ટૂંકા ગાળામાં તેમણે ૩,૦૦૦થી વધુ સંતો, અનેક હરિભક્તો અને મંદિરોની સ્થાપના કરી હતી. તેમણે અનેક શાસ્ત્રોની રચના પણ કરાવી હતી. સાધુ પ્રેમવત્સલદાસજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે શિક્ષાપત્રી આદિ ધર્મગ્રંથોમાં દર્શાવેલા નિયમોનું પાલન કરીને જીવનને શ્રેષ્ઠ બનાવવું જોઈએ. યુવાનોએ ખાસ કરીને દરેક પ્રકારના વ્યસનો અને કુસંગથી દૂર રહેવું જોઈએ, કારણ કે કુટેવો પહેલા માણસને આકર્ષે છે અને પછી તેને પતન તરફ ધકેલે છે. જીવન સદાચારમય અને ભક્તિમય હોવું જોઈએ. તેમણે આર્થિક વ્યવસ્થા અંગે પણ સલાહ આપી હતી કે, આવક પ્રમાણે ખર્ચ કરવો જોઈએ. વટ પાડવા માટે દેવું કરનારાઓને પાછળથી દેવાળું કાઢવાનો વારો આવે છે, જે આત્મહત્યા જેવા ગંભીર આર્થિક પ્રશ્નોનું કારણ બની શકે છે. જીવનમાં સુખી થવા માટે સદાચાર, સાદગી અને સંતોષ જેવા ગુણો કેળવવા અત્યંત આવશ્યક છે. આ પોડકાસ્ટ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે એલ.જી. હોસ્પિટલના ડેપ્યુટી મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. મહેશભાઈ માડોલે, ડો. અનિલભાઈ રાજપૂત અને શ્રી કૃતિનભાઈ યુદ્ધ પણ ઉપસ્થિત રહી શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સાધના સોસાયટીમાં ગેસના બાટલામાં બ્લાસ્ટ થતા યુવાન ઈજાગ્રસ્ત:મકાનમાલિકે કહ્યું- પાણી ગરમ કરતા હતા ને બ્લાસ્ટ થયો, ફાયર જવાનોએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો
    Next Article
    કારમાં ફસાયેલું બાઈક લઈ 50 મીટર સુધી ઢસડ્યું:અમદાવાદમાં કારચાલકે બાઈકને ટક્કર મારતા યુવક પડ્યો ને બાઈક બોનેટમાં ફસાયું, લોકોએ ઉભો રાખી બરાબરનો ખખડાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment