Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાધના સોસાયટીમાં ગેસના બાટલામાં બ્લાસ્ટ થતા યુવાન ઈજાગ્રસ્ત:મકાનમાલિકે કહ્યું- પાણી ગરમ કરતા હતા ને બ્લાસ્ટ થયો, ફાયર જવાનોએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો

    15 hours ago

    રાજકોટમાં ગેસના બાટલામાં બ્લાસ્ટ થતા એક વ્યક્તિ દાઝી ગયો છે. શહેરના સહકાર મેઈન રોડ પર આવેલી સાધના સોસાયટીમાં રહેણાક મકાનમાં કેટરર્સનો સામાન પડ્યો હતો. જ્યાં 40 જેટલા ગેસના બાટલા પડ્યા હતા. જેમાંથી 2 બાટલામાં બ્લાસ્ટ થયો હતો. જેના લીધે 20 વર્ષનો યુવાન દાઝી ગયો હતો. આ દરમિયાન બાજુમાં 5 ડીઝલના કેરબા પણ પડ્યા હતા જોકે તાત્કાલિક આગ પર કાબુ મેળવી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. ગેસ રિફિલિંગ દરમિયાન બ્લાસ્ટ થયાનું ફાયર બ્રિગેડ વિભાગનું અનુમાન છે. જોકે, મકાન માલિકના કહેવા પ્રમાણે પાણી ગરમ કરતા હતા ત્યારે બ્લાસ્ટ થયો છે. જોકે, હાલ ફાયર બ્રિગેડ દ્વારા અહીં રહેણાંક મકાનમાંથી ગેસના બાટલા અને ડીઝલના કેરબા સહિતનો સ્ટોરેજ ખાલી કરી BU પરમિશન સહિતના માન્યતા ડોક્યુમેન્ટ આપવા મકાન માલિકને નોટિસ ફટકારવામાં આવી છે. પાર્કિંગમા 40 સિલિન્ડર અને ડીઝલના 5 કેરબા પણ પડ્યા હતા રાજકોટ ફાયર બ્રિગેડમાં થયેલી નોંધ મુજબ, 27 માર્ચના બપોરે 12.55 વાગ્યે સહકાર મેઈન રોડ ઉપર સાધના સોસાયટી શેરી નંબર 2/5 ના ખૂણે રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બનતા કોઠારીયા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ગાડી સાથે ફાયર ફાઇટર ત્યાં પહોંચી ગયા હતા અને તાત્કાલિક આગ બૂઝાવી નાખી હતી. આગ લાગી તે રહેણાક એપાર્ટમેન્ટમાં (G+2) બિલ્ડીંગમાં નીચે પાર્કિંગમા અંદાજે 40 જેટલા ભરેલા LPG સીલીન્ડર તેમજ અંદાજે ડીઝલના 5 કેરબા તેમજ કેટરર્સ સામગ્રીનો જથ્થો હતો. આ ઉપરાંત કાર, એકટીવા, વાસપા પડેલું હતુ. પાણી ગરમ કરતા આગ લાગી હતી જેમાં 2 LPG સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતા. જોકે ફાયર જવાનોએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લેતા રહેવાશીઓ તેમજ આજુબાજુ વિસ્તારનાં લોકોની જાનહાનિ થતા અટકી હતી. આગમાં 20 વર્ષીય મોહિતભાઈ ગોહિલ દાઝી ગયા હતા. મકાન માલિક અશોકભાઈ રૈયાણીનાં જણાવેલ મુજબ પાણી ગરમ કરતા આગ લાગી હતી પરંતુ ઘટના સ્થળે LPG સિલિન્ડરનો ગેસ ટ્રાન્સફર કરવાની ઈલેક્ટ્રીક મોટર જોવા મળી હતી. આગને કારણે ચોક્કસ નુકસાનીનો આકડો જાણવા મળ્યો નથી. જોકે આગની ઘટના બનતા મકાન માલિકને રહેણાંક મકાનમાંથી તમામ સામગ્રીનો સ્ટોરેજ ખાલી કરવા અને તમામનાં માન્યતા ડોક્યુમેન્ટ, BU પરમિશન સર્ટીફીકેટ અને મંજુર પ્લાન ફાયર સ્ટેશને રજૂ કરવા નોટિસ ફટકારવામાં આવી છે. આગની ઘટના બનતા ભક્તિનગર પી.આઈ સરવૈયા સહિતના પોલીસ કર્મચારીઓનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    ગબ્બર માતાજીના ઝૂલા પર અન્નકૂટ ધરાવાયો:ચૈત્રી નવરાત્રિ નિમિત્તે મુંબઈના જસાણી પરિવારે અર્પણ કર્યો
    Next Article
    કુમકુમ મંદિરે સ્વામિનારાયણ ભગવાનના જીવન પર પોડકાસ્ટ યોજાયો:સદાચાર, સાદગી, સંતોષથી જીવન સુખમય બને છે: સાધુ પ્રેમવત્સલદાસજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment