Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરા પાસે રિક્ષા-ટ્રેક્ટર અકસ્માત:એક વૃદ્ધ સહિત ચાર મુસાફર ઈજાગ્રસ્ત; સારવાર માટે ખસેડાયા

    1 day ago

    પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના આંગરીયા ગામ પાસે આજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રેક્ટરે છકડા રિક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષામાં સવાર એક વૃદ્ધ સહિત ચાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આંગરીયા ગામ પાસેથી પસાર થઈ રહેલી છકડા રિક્ષાને પાછળથી આવી રહેલા ટ્રેક્ટરે ટક્કર મારી હતી. આ અકસ્માતને કારણે રિક્ષામાં બેઠેલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો ઈજાગ્રસ્તોની મદદ માટે તાત્કાલિક દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. શહેરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટ્રેક્ટરચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં રક્તદાન અભિયાન: 31 યુનિટ રક્ત એકત્રિત:કાલવણ અને કેસરગંજમાં આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પ યોજાયા
    Next Article
    ભાવનગર રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે 5 દિવસીય 'AI વર્કશોપ'નો પ્રારંભ:ગુજરાતના 10 જિલ્લાના 100 શિક્ષકો તાલીમમાં જોડાયા, AI થી ગભરાવાની જરૂર નથી, તેનો સદુપયોગ શીખવો જરૂરી: કલેક્ટર ડો.મનીષ બંસલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment