Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે 5 દિવસીય 'AI વર્કશોપ'નો પ્રારંભ:ગુજરાતના 10 જિલ્લાના 100 શિક્ષકો તાલીમમાં જોડાયા, AI થી ગભરાવાની જરૂર નથી, તેનો સદુપયોગ શીખવો જરૂરી: કલેક્ટર ડો.મનીષ બંસલ

    22 hours ago

    વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉભરતા ક્ષેત્રના જ્ઞાનને શાળાના શિક્ષકોમાં ફેલાવવા માટે આરએસસી ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર પ્રેરીત, શાળાના શિક્ષકો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર 5 દિવસની તાલીમ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું, આ તાલીમમાં ભાવનગર કલેકટર ડો.મનીષ બંસલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, આ 5 દિવસીય વર્કશોપ માટે સમગ્ર ગુજરાત ના જુદા જુદા જિલ્લાઓ શિક્ષકો આવ્યા હતા જેમાં ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, સુરત, રાજકોટ, પંચમહાલ, જામનગર, ડાંગ, છોટાઉદેપુર તથા બોટાદ જેવા 10 જીલ્લાઓ માંથી ધોરણ 8 થી 12 ના 100 શિક્ષકોની પસંદગી કરવામાં આવેલ છે, જેમાં 37 મહિલા તથા 71 પુરુષ શિક્ષકો સહભાગી છે આ વર્કશોપ માટે 91 સ્ટેટ બોર્ડ, 2 EMRS અને 7 સીબીએસઇ શાળાના શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે, આ વર્કશોપના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાવનગર ના કલેકટર જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.મનીષ બંસલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું શિક્ષણમાં મહત્વ સમજાવ્યું અને ભાગ લીધેલ શિક્ષકો નો ઉત્સાહ વધાર્યો હતો, તથા અતિથિ વિશેષ તરીકે ડો. કન્નન શ્રીનિવાસન, પૂર્વ ડાયરેક્ટર, CSMCRI ઉપસ્થિત રહ્યા હતા, આ 5 દિવસીય વર્કશોપ દરમિયાન GEC ભાવનગર, DAIICT ગાંધીનગર, શાંતિલાલ શાહ એન્જીનિયરીંગ કોલેજ ભાવનગર, IIIT વડોદરા, સાયબર સેલ ભાવનગર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ માંથી નિષ્ણાંતો પધારશે અને AI શિક્ષકોને શિક્ષણ પ્રણાલીમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે, વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં અને કારકિર્દી ઘડતર માં કેવી રીતે ઉપયોગી નીવડે તેનું માર્ગદર્શન આપશે, સાથે સાથે વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવશે. આજના ઝડપથી વિકસતા વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) મહત્વની ભૂમિકા ભજવે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ કમ્પ્યુટર સિસ્ટમ્સના વિકાસનો ઉલ્લેખ કરે છે જે સામાન્ય રીતે માનવ બુદ્ધિની જરૂર હોય તેવા કાર્યો કરી શકે છે આ કાર્યોમાં શિક્ષણ, તર્ક, સમસ્યાનું નિરાકરણ, ધારણા, ડેટા બનાવવો અને ભાષાની સમજ વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે, AI નું ક્ષેત્ર ખુબ જ વ્યાપક છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં આજે શિક્ષણમાં સૌથી મોટા પડકારોનો સામનો કરવાની, શિક્ષણ અને શીખવાની પદ્ધતિઓમાં નવીનતા લાવવાની અને પ્રગતિને વેગ આપવાની ક્ષમતા છે, આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. ગિરીશ ગોસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ હતું, આ અંગે કલેકટર ડો.મનીષ બંસલએ જણાવ્યું હતું કે, અત્યારે જે રીતે ટેકનોલોજી બદલાઈ રહી છે, તો આપણે પણ અપડેટ રહેવું ખુબ જ જરૂરી છે અને ખાસ કરીને જે શિક્ષક જગત સાથે સંકળાયેલા જે લોકો છે તેના માટે તો ખાસ જરૂરી છે ​તો એના માટે રીજીનયલ સાયન્સ સેન્ટર ભાવનગર ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી પાંચ દિવસનું આ કોન્ફરન્સ AI ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર શિક્ષકો માટે રાખ્યું છે અને જેમાં આખા ગુજરાતમાંથી શિક્ષકો અહીં આવ્યા છે, ​પોતાના જીવનમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ આ પણ અને સાથે સાથે એની સાથે જેટલા પણ બાળકો જોડાયેલા છે, જેટલા એના સાથી શિક્ષકો છે, જે પરિવારના લોકો છે, જે બીજા ભાઈ બંધો છે તેને પણ શીખવાડશે કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI થી ગભરાવાની કોઈ જરૂર નથી. એને આપણે સારી રીતે કેવી રીતે વાપરી શકીએ આ આપણે શીખવાનું છે અને કંટીન્યુઅસ અપડેટ રહીને જે ટેકનોલોજી છે, જે વિજ્ઞાન છે તેનો ઉપયોગ જીવનમાં આપણે કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    શહેરા પાસે રિક્ષા-ટ્રેક્ટર અકસ્માત:એક વૃદ્ધ સહિત ચાર મુસાફર ઈજાગ્રસ્ત; સારવાર માટે ખસેડાયા
    Next Article
    Kutch Police Rules Update | પોલીસની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાની કામગીરી પર ગંભીર સવાલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment