Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આડાસંબંધમાં મિત્રની માતાની હત્યા કરનારની ધરપકડ, ઘટનાનું રીકન્સ્ટ્રક્શન:વિધવાએ પૈસાની માંગણી કરી બ્લેકમેલિંગ કરતા ગળુ દબાવી દીધું, લાશ કોથળામાં ભરી મકાનમાં રાખી દીધી

    10 hours ago

    જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં પરપ્રાંતિય મહિલાની હત્યાના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ પ્રક્રિયા ગુનાની કડીઓ જોડવા અને વધુ પુરાવા એકત્ર કરવા માટે હાથ ધરવામાં આવી હતી. મૃતક મહિલાની ઓળખ મૂળ મથુરાની વતની 40 વર્ષીય રીન્કી દેવી બન્ટુસિંહ કઠેરીયા તરીકે થઈ છે. તેણીનો મૃતદેહ ગળે ટૂંપો દીધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે મૃતકના પુત્ર રોહિત કઠેરિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રોહિતના મિત્ર વિજય વિઠ્ઠલ ઓડિચની ધરપકડ કરી છે. વિજયે પોલીસ પૂછપરછમાં કબૂલ્યું છે કે, વર્ષ 2021માં રીન્કી દેવી વિધવા બન્યા પછી, તેના પુત્ર રોહિતની મિત્રતાના કારણે તે રીન્કીદેવીના સંપર્કમાં આવ્યો હતો. છેલ્લા ચારેક વર્ષથી બંને વચ્ચે અનૈતિક સંબંધો હતા. રીન્કી દેવી વારંવાર પૈસાની માંગણી કરતી હતી અને પૈસા ન આપવા બદલ પોલીસ ફરિયાદ કરવાની ધમકી પણ આપતી હતી. આનાથી કંટાળીને વિજયે 23મી તારીખે રાત્રિના સમયે રીન્કી દેવીને પોતાના કાકાના ઘેર લઈ જઈ લૂંગી વડે ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી. જે બાદ રીન્કી દેવીના મૃતદેહને કોથળામાં નાખીને સંતાડી રાખ્યો હતો, તેમજ પોતે પોલીસની સાથે મહિલાને શોધવાનું નાટક પણ કરતો હતો. પરંતુ દુર્ગંધ આવ્યા બાદ મામલો સામે આવી જતાં આખરે તેણે હત્યા કર્યાની કબુલાત આપી હતી. પોલીસે તેને હાલ ઝડપી પાડ્યો છે. તેમજ રિમાન્ડ પર લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘ગ્રામસભાની મંજૂરી વગર એજન્સીઓને ઘૂસવા નહીં દઈએ’:વાંસદામાં સર્વે કામગીરી સામે રેલી યોજી ઉગ્ર વિરોધ, MLA અનંત પટેલની આગેવાનીમાં મામલતદારને આવેદન
    Next Article
    વાસદમાં સેમકોમ કોલેજનો સાત દિવસીય NSS શિબિર સંપન્ન:આરોગ્ય કેમ્પ, સ્વરક્ષણ તાલીમથી ગ્રામજનો લાભાન્વિત થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment