Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મલાઈકાએ સોરાબ બેદી સાથે ડેટિંગ રૂમર્સ પર મૌન તોડ્યું:કહ્યું- લિંક અપની અફવાઓ પર હું અને મારો દીકરો અરહાન હસીએ છીએ

    18 hours ago

    એક્ટ્રેસ મલાઈકા અરોરાએ એક્ટર સોરાબ બેદી સાથે તેની ડેટિંગની અફવાઓને નકારી કાઢી છે. તાજેતરમાં કર્લી ટેલ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં મલાઈકાએ તેના રિલેશનશિપ સ્ટેટસ પર ચાલી રહેલી ચર્ચાઓ પર વાત કરી હતી. તેણે કહ્યું કે ક્યારેક-ક્યારેક આ હેરાન કરનારું હોય છે, પરંતુ હવે હું તેને મજાક તરીકે લઉં છું. હું તેને વધારે મહત્વ આપતી નથી. મલાઈકાએ એ પણ કહ્યું કે આ પ્રકારની અફવાઓ પર તે અને તેના પુત્ર અરહાન ખાન હસે છે. વાઈરલ વીડિયો પછી શરૂ થઈ ડેટિંગની ચર્ચાઓ મલાઈકાનું નામ સોરાબ બેદી સાથે ત્યારે જોડાયું જ્યારે બંનેનો એક કોઝી વીડિયો વાઈરલ થયો હતો. વીડિયોમાં સોરાબ મલાઈકાને ગળે લગાવીને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જોકે આ અંગે એક્ટરે કહ્યું હતું કે તે અને મલાઈકા માત્ર મિત્રો છે અને ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે. સોરાબે ટેલી ટોકને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'ડેલનાઝ દારૂવાલા અને વહબિઝ મહેતાએ મારા મોડેલિંગના દિવસોમાં મને રેમ્પ પર ચાલવાની તક આપી. મારી તેની સાથે મિત્રતા થઈ અને હું તેની સાથે પાર્ટીઓમાં જવા લાગ્યો. તેમાંથી જ એક પાર્ટીમાં હું મારા મેન્ટર્સ દ્વારા મલાઈકાને મળ્યો. તે પણ ડેલનાઝ અને વહબિઝની નજીકની મિત્ર છે. આ રીતે મલાઈકા અને મારી મિત્રતા થઈ. અમારા વચ્ચે એવું કંઈ નથી.' સોરાબે આગળ કહ્યું હતું કે, 'લોકો અમારા વિશે જાતજાતની વાતો કરી રહ્યા છે. કોઈ છોકરી વિશે કંઈ પણ બોલતા પહેલા તેમને બે વાર વિચારવું જોઈએ. તેનાથી તેની માનસિક સ્થિતિ પર અસર પડી શકે છે. આવું ન કરવું જોઈએ.' ઘણા વર્ષોથી સાથે પાર્ટી કરે છે સોરાબ-મલાઈકા લિંક અપની ખબરો પર સ્પષ્ટતા આપતા સોરાબે કહ્યું હતું કે, ‘હું ઘણા વર્ષોથી વહબિઝ, ડેલનાઝ અને મલાઈકા સાથે પાર્ટીઓમાં જતો રહ્યો છું. પહેલા પણ હું મલાઈકા સાથે તસવીરો શેર કરતો હતો, પરંતુ તે સમયે હું જાણીતો ચહેરો નહોતો. હવે હું થોડો જાણીતો થવા લાગ્યો છું, તેથી લોકો આના પર ધ્યાન આપી રહ્યા છે. મેં પહેલા પણ આવા વીડિયો અને તસવીરો શેર કરી છે. બે લોકો મિત્ર હોઈ શકે છે. અમે એકબીજા પર ભરોસો કરીએ છીએ, પરંતુ લોકોએ તેને અલગ જ રીતે લીધું.’
    Click here to Read More
    Previous Article
    ન્યૂયોર્કની રેસ્ટોરન્ટ્સમાં હવે 'રિઝર્વેશન વોર':મનપસંદ ટેબલ જોઈતું હોય તો મેમ્બરશિપ તરીકે 23 લાખ રૂપિયા સુધીની ફી ચૂકવવી પડી રહી છે
    Next Article
    મર્સિડીઝ ગાડીમાંથી મૃતદેહ મળ્યો:અમદાવાદમાં એલ.જે કોલેજ પાસે કોહવાયેલી હાલતમાં લાશ મળી, ગેરેજમાં 6 મહિનાથી ગાડી પડી હતી: PI

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment