Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    23 સેકન્ડમાં છરીના 13 ઘા મારી બનેવીનું ઢીમ ઢાળી દીધુ:રાજકોટમાં બહેન સાથે પ્રેમલગ્ન કરનાર યુવકને સાળાએ દુકાનેથી ખેંચી જાહેરમાં માર્યો, પછી છરીથી તૂટી પડ્યો

    1 week ago

    રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે ગત 24 સપ્ટેમ્બરે યુવકની જાહેરમાં હત્યા થઈ હતી. જેના CCTV ફૂટેજમાં હુમલાની ઘટના કેદ થઈ છે. બહેન સાથે પ્રેમલગ્ન કરનાર બનેવી પર તેના સાળાએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. દુકાનેથી ખેંચી પહેલા માર માર્યો જે બાદ છરીથી તૂટી પડ્યો હતો. માત્ર 23 સેકન્ડમાં જ છરીના આશરે 13 ઘા ઝીંકી બનેવીનું ઢીમ ઢાળી દીધું હતું. જાહેરમાં બનેલી આ ઘટનાથી શહેરની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઊભા થયા છે. સાત વર્ષ પહેલાંના પ્રેમલગ્નની અદાવત રાખી 27 વર્ષીય વિમલ વાણીયા સહકાર રોડ પર રહેતા હતા. તેમણે સાત વર્ષ પહેલાં શીતલ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. આ લગ્નથી યુવતીના પરિવારજનો નારાજ હતા અને તેમણે શીતલ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. આ બાબતને લઈને સાળા કમલેશ ધાંધળે બનેવી પ્રત્યે અદાવત રાખી હોવાનું સામે આવ્યું છે. તસવીરમાં જુઓ ઘટનાક્રમ ઢોર માર માર્યા બાદ અચાનક છરીથી હુમલો ઘટનાના દિવસે આરોપીએ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે RC બુક લેવાના બહાને બનેવી વિમલ વાણીયાને ભક્તિનગર સર્કલ પાસે બોલાવ્યો હતો. CCTV ફૂટેજમાં બંને વચ્ચે શરૂઆતમાં વાતચીત થતી જોવા મળે છે. ત્યારબાદ સાળાએ દુકાનેથી બનેવીને ખેંચીને બાઈક પાસે લઈ આવ્યો હતો. જે બાદ આરોપી કમલેશે આવેશમાં આવીને બનેવીને ઢોર માર માર્યો હતો. તેમજ અચાનક છરી કાઢીને બનેવી વિમલ પર હુમલો કર્યો હતો. માત્ર 23 સેકન્ડમાં આડેધડ 13 જેટલા ઘા ઝીંકાતાં વિમલ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યો હતો. આ દરમિયાન આસપાસના લોકો એકઠા થતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. બીજી તરફ ગંભીર રીતે ઘાયલ થયેલા વિમલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ કરુણ બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ સ્ટેશનનો કાફલો, ક્રાઈમ બ્રાન્ચ તેમજ LCB ઝોન 1 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. બહેને ભાઈને ફાંસીની સજા થાય તેવી ઉગ્ર માંગ કરી મૃતકની પત્ની શીતલબેને આક્ષેપ કરતા આક્રંદ સાથે જણાવ્યું હતું કે, તેના ભાઈએ દગો કરી પતિને બોલાવ્યા બાદ મોતને ઘાટ ઉતારી દીધો છે. જેના કારણે તે અને તેમનો નાનો દીકરો નોધારા થઈ ગયા છે. પીડિત પરિવારે આરોપી ભાઈને ફાંસીની સજા થાય તેવી ઉગ્ર માંગ કરી હતી. હાલ ભક્તિનગર પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધીને મુખ્ય આરોપી કમલેશ ધાંધળને ઝડપી લીધો છે. આ ઘાતક હુમલામાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    10 હજાર લોકોની ધર્મ પરિવર્તનની ચીમકી:રાજકોટ કલેક્ટર સમક્ષ 450 વર્ષ પૂર્વે બળજબરીથી હિન્દુમાંથી મુસ્લિમમાં કન્વર્ટ થયેલાના વંશજો OBC લાભથી વંચિત હોવાનો દાવો
    Next Article
    ગઢડાના જલાલપુરમાં દારૂ વેચાણ બંધ કરાવવા ગ્રામજનો ઢસા પોલીસ પહોંચ્યા:9 કિમી પદયાત્રા કરી રજૂઆત, મહિલાઓ સહિત 30 લોકો જોડાયા; આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment