Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડાના જલાલપુરમાં દારૂ વેચાણ બંધ કરાવવા ગ્રામજનો ઢસા પોલીસ પહોંચ્યા:9 કિમી પદયાત્રા કરી રજૂઆત, મહિલાઓ સહિત 30 લોકો જોડાયા; આંદોલનની ચીમકી

    1 week ago

    બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપુર ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાથી ગ્રામજનોમાં રોષ છે. આ વિરોધમાં મહિલાઓ સહિત લગભગ 30 ગ્રામજનોએ પદયાત્રા યોજી હતી. આ ગ્રામજનોએ જલાલપુરથી ઢસા પોલીસ સ્ટેશન સુધી આશરે 9 કિલોમીટરની પદયાત્રા કરી હતી. પદયાત્રા દરમિયાન તેમણે 'દારૂ બંધ કરો, હપ્તા બંધ કરો' જેવા સૂત્રો લખેલા પોસ્ટરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. ઢસા પોલીસ સ્ટેશન પહોંચીને ગ્રામજનોએ પીઆઈને રજૂઆત કરી હતી. તેમણે ગામમાં દારૂનું વેચાણ બંધ કરાવવા અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો ગામમાં દારૂનું વેચાણ બંધ નહીં થાય, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    23 સેકન્ડમાં છરીના 13 ઘા મારી બનેવીનું ઢીમ ઢાળી દીધુ:રાજકોટમાં બહેન સાથે પ્રેમલગ્ન કરનાર યુવકને સાળાએ દુકાનેથી ખેંચી જાહેરમાં માર્યો, પછી છરીથી તૂટી પડ્યો
    Next Article
    પ્રાંતિજ APMC ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતદાન:17 ઉમેદવારો મેદાનમાં, 438 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો; આવતીકાલે પરિણામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment