Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓડિશામાં દાઢી-મૂછવાળા રામ:રઘુનાથ જીઉ મંદિરમાં શ્રીરામના ચરણોને જોઈ રહેલા માતા સીતાનું મોં વાકું

    18 hours ago

    ઓડિશાના નયાગઢ જિલ્લામાં પ્રસિદ્ધ રઘુનાથ જીઉ મંદિર આવેલું છે. અહીં ભગવાન રામ અને લક્ષ્મણના મુખ પર દાઢી અને મૂછો છે. બંનેના માથા પર જટા પણ છે. માતા સીતાનો ચહેરો સીધો ન હોઈને થોડો ત્રાંસો છે કારણ કે તેઓ કોઈ બીજાને ન જોતા પોતાના સ્વામી શ્રીરામના ચરણોને જોઈ રહ્યા છે. લગભગ 263 વર્ષ પહેલાં મંદિર નિર્માણ સમયે ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતા ત્રણેયની મૂર્તિઓ લીમડાના લાકડામાંથી બનાવીને સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારથી આજ સુધી આ મૂર્તિઓ જેવી હતી તેવી જ છે. આ અનોખી મૂર્તિઓ ન પાણીથી ખરાબ થાય છે, ન કોઈ શૃંગારથી. દેશમાં આવું અદ્ભુત અને અનોખું મંદિર સંભવતઃ બીજે ક્યાંય નથી. વરિષ્ઠ પૂજારી રંજન મહાપાત્ર લગભગ 40 વર્ષથી અહીં પૂજા કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે નવરાત્રિના 9 દિવસ સુધી ભગવાન અલગ-અલગ વેશ ધારણ કરે છે. તેમાં વનવાસી, ચિત્રકૂટ, તાડકા વધ, અહિલ્યા ઉદ્ધાર અને ધનુર્ધારી વેશ વગેરે મુખ્ય છે. નવમા દિવસે રામનવમી પર્વ ધામધૂમથી ઊજવવામાં આવે છે. આ દિવસે પ્રભુ સોનાના આભૂષણોથી સુસજ્જિત હોય છે. ભગવાનને રામનવમી સહિત વર્ષમાં 5 વાર સુવર્ણ શૃંગાર કરાવવામાં આવે છે. પૂજક પરિષદના અધ્યક્ષ પ્રફુલ્લ મહાપાત્રે જણાવ્યું કે અહીં પહેલા અત્રિ મુનિનો આશ્રમ હતો. જ્યારે રામ, લક્ષ્મણ અને માતા સીતા વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા, ત્યારે તેમની વેશભૂષાથી અત્રિ મુનિ પ્રભાવિત થયા હતા. તેઓ ભગવાન રામને બોલ્યા, “તમારું આ વનવાસી રૂપ આશ્ચર્યચકિત કરી રહ્યું છે. કૃપા કરીને અહીંથી ન જાવ.’ ત્યારે ભગવાન રામ બોલ્યા, “ઋષિવર, તમે 3 શાલિગ્રામ રાખો. જ્યારે પણ મારું આ રૂપ તમને યાદ આવે, ત્યારે તમે આ શાલિગ્રામને જોઈ લેજો." શિખર પર 15-15 કિલોના ત્રણ સોનેરી કળશ આ મંદિર કલિંગ વાસ્તુકલા શૈલીમાં બનેલું છે અને ત્રણ ભાગમાં વહેંચાયેલું છે: ભદ્ર મંડપ, નાટ મંડપ અને દર્શન મંડપ. ત્રણેય મંડપના શિખર પર 15-15 કિલોના સોનાના કળશ સ્થાપિત છે. એટલા માટે આ સુવર્ણ કળશ ક્ષેત્રના નામથી પણ ઓળખાય છે. આ મંદિરની ઉપર પહેલા સોનાના કળશ રાખવામાં આવ્યા છે. તેમની ઉપર ચક્ર સ્થાપિત છે. આવું અન્ય કોઈ મંદિરમાં નથી. આ ભુવનેશ્વરથી 112 કિમી દૂર આવેલું છે. મંદિરમાં સવારથી સાંજ સુધી વિવિધ પ્રકારની પૂજા થાય છે. સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી અનેક પ્રકારના પ્રસાદનો પણ ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    આયર્લેન્ડમાં ફોન-ફ્રી બાળપણ, મેદાનમાં કિલકિલાટ કરી રહ્યા બાળકો:માતા-પિતા અને શિક્ષકોએ 'નો ફોન કોડ' લાગુ કર્યો, 12 વર્ષથી નાના બાળકોને મોબાઇલ નહીં
    Next Article
    BRTS કોરીડોરમાં વાહનોની લાંબી લાઈન:વરાછા ઝોનમાં મ્યુ. કમિશનરે લોકોને અટકાવી સ્થળ પર જ શિસ્તનો પાઠ ભણાવ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment