Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓએ સંસદ ભવનની મુલાકાત લીધી:રાષ્ટ્રહિત અને હિન્દુ સમાજના મુદ્દાઓ પર રજૂઆત કરી

    17 hours ago

    વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના વિશેષ સંપર્ક અધિકારીઓના એક પ્રતિનિધિ મંડળે દિલ્હી ખાતે સંસદ ભવનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, પ્રતિનિધિઓએ રાષ્ટ્ર અને હિન્દુ સમાજને સ્પર્શતા ત્રણ મુખ્ય વિષયો — તીર્થક્ષેત્રોનો વિકાસ, જનસંખ્યા અસંતુલન અને બંધારણીય સમાનતા — પર વિસ્તૃત ચર્ચા કરી અને રજૂઆત કરી હતી. આ પ્રતિનિધિ મંડળમાં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સંપર્ક પ્રમુખભરતભાઈ ડાંગરિયા, સહ સંપર્ક પ્રમુખ ભુપેન્દ્રભાઈ વિઠલાણી, મનોજભાઈ ડોડીયા, દીપકભાઈ ગામધા (સૌરાષ્ટ્ર ટોડી સદસ્ય) અને દિનેશભાઈ ડાંગર (બજરંગ દળ વિભાગ સંયોજક) નો સમાવેશ થતો હતો. મુલાકાત દરમિયાન, તીર્થક્ષેત્રોના સર્વાંગી વિકાસ અને સંરક્ષણ મુદ્દે ભારપૂર્વક જણાવાયું હતું કે ભારતની આત્મા તીર્થોમાં વસે છે અને તીર્થોનો વિકાસ એ જ ભારતનો વિકાસ છે. મંદિરો અને તીર્થોના નાણાંનો ઉપયોગ માત્ર હિન્દુ સમાજના હિતમાં અને સંસ્કૃતિના સંવર્ધન માટે જ થવો જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, તીર્થક્ષેત્રોની પવિત્રતા જાળવવા માટે ત્યાં નશાબંધી અને માંસાહાર પર પૂર્ણ પ્રતિબંધ મૂકવા તેમજ નદીઓની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જનસંખ્યા અસંતુલન પર ચિંતા દર્શાવતા, દેશમાં વધી રહેલા જનસંખ્યા અસંતુલન સામે રાષ્ટ્રીય ચિંતનની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. પ્રતિનિધિઓએ રજૂઆત કરી હતી કે ઘટી રહેલો હિન્દુ પ્રજનન દર (TFR) ભવિષ્યમાં રાજકીય શક્તિમાં ઘટાડો કરી શકે છે. આથી, દેશની સુરક્ષા અને અખંડિતતાને ધ્યાનમાં રાખીને એક વ્યાપક અને અસરકારક જનસંખ્યા નીતિ લાવવાની માંગણી કરવામાં આવી હતી. બંધારણીય સુધારો (કલમ ૨૯ અને ૩૦) સંદર્ભે, શિક્ષણના ક્ષેત્રમાં હિન્દુ સમાજને પણ લઘુમતી સમુદાયો સમાન અધિકારો મળે તે માટે ભારતીય બંધારણની કલમ ૨૯ અને ૩૦માં સુધારો કરવાની રજૂઆત કરવામાં આવી હતી. પ્રતિનિધિઓએ જણાવ્યું કે બહુમતી સમાજને પણ પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા અને ચલાવવાની સમાન સ્વાયત્તતા મળવી જોઈએ, જેથી શૈક્ષણિક ક્ષેત્રે પ્રવર્તતું અસંતુલન દૂર કરી શકાય. આ મુલાકાતનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્ર અને સમગ્ર દેશના હિન્દુ સમાજની આકાંક્ષાઓને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાનો અને રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં વેગ લાવવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 1300 પોઈન્ટ ઘટીને 74,000 પર આવ્યો:નિફ્ટી 400 પોઈન્ટ તૂટ્યો, 22,900 પર કારોબાર કરી રહ્યો છે; ઓટો અને બેન્કિંગ શેરોમાં વેચવાલી
    Next Article
    PTCની વિદ્યાર્થિનીની અધ્યાપકે છેડતી કરી:શેઠ સી.એન.તાલીમી વિદ્યાલયની ઘટના, વાલીએ DEOને ફરિયાદ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment