Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝડપની મજામાં જીવ ગુમાવ્યો:માણસા પાંજરાપોળ વળાંક પાસે ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત, ટ્રકના પાછળના ટાયર નીચે આવી જતા યુવકનું ઘટનાસ્થળે જ મોત

    1 day ago

    માણસા પોલીસ સ્ટેશનની હદમાં આવતા પાંજરાપોળ પાસેના વળાક પર પુરઝડપે જઈ રહેલી બાઇક ટ્રક સાથે અથડાતા આનંદ રાવળ નામના બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું છે, જ્યારે તેની પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ અંગે માણસા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના કલસી પુરા પાટા ગામના રહેવાસી કાનાભાઈ અમરાભાઇ ખાંટ વ્યવસાયે ડ્રાઇવિંગ કરે છે. તેઓ પોતાની માલિકીનો દસ ટાયર વાળો ટર્બો ટ્રક લઈને રાજપુરા સ્થિત આકાશ સિરામિકમાંથી ટાઇલ્સ ભરીને લુણાવાડા જવા નીકળ્યા હતા. ટ્રકના પાછળના ટાયર નીચે આવી જતા ઘટનાસ્થળે જ મોત આ દરમ્યાન માણસા બજાર ક્રોસ કરી તેઓ પાંજરાપોળના વળાંક પાસે પહોંચ્યા હતા .ત્યારે સામેથી આવતી એક બાઇક (નંબર GJ-02-EE-9523) પૂરપાટ ઝડપે ટ્રકને અથડાઈ હતી. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ઉબખલ ગામનો રહેવાસી આનંદ રાવળ પોતાની બાઈક અત્યંત પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રહ્યો હતો. આ દરમિયાન વળાક પાસે નિયંત્રણ ગુમાવતા બાઇક ટ્રકને અથડાઈ હતી. જેના કારણે ચાલક આનંદ રાવળ ટ્રકના પાછળના ટાયર નીચે આવી ગયો હતો. જેનું માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. ટ્રક ચાલકે ફરિયાદ નોંધાવી આ ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઇસમોને માણસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ટ્રક ચાલક કાનાભાઈ ખાંટે માણસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતક બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રામલલ્લાનો પંચામૃત અભિષેક, થોડી વારમાં સૂર્ય તિલક:ભગવાનને પીતાંબર વસ્ત્રો પહેરાવવામાં આવ્યા, અયોધ્યાના 10 હજાર મંદિરોમાં જન્મોત્સવ ઊજવાશે
    Next Article
    આડા સંબંધોના વિરોધમાં સસરાની હત્યા:સુરેન્દ્રનગરમાં પુત્રવધૂ સહિત ત્રણ સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment