Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આડા સંબંધોના વિરોધમાં સસરાની હત્યા:સુરેન્દ્રનગરમાં પુત્રવધૂ સહિત ત્રણ સામે ગુનો

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ મથક હેઠળના ફૂલગ્રામ ગામમાં 58 વર્ષીય રમેશભાઈ નાનુભાઈ ગાબુની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં મૃતકની પુત્રવધૂ સહિત ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ આડા સંબંધોનો વિરોધ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, મૃતક રમેશભાઈના નાના દીકરા અશોકભાઈની પત્ની ચકુબેન ગાબુને ગામના સોહીલ રમેશભાઈ જીડીયા સાથે આડા સંબંધો હતા. રમેશભાઈ અને તેમના મોટા દીકરા મહેશભાઈ આ સંબંધોનો સખત વિરોધ કરતા હતા અને ચકુબેન તથા સોહીલને અનેકવાર સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરમાં, રમેશભાઈ ગાબુએ સોહીલ જીડીયા અને પુત્રવધૂ ચકુબેનને તેમના સંબંધો અંગે ઠપકો આપ્યો હતો. આ બાબતને લઈને સોહીલ જીડીયા અને ચકુબેન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન, સોહીલ જીડીયા, સોહીલના દાદાનો દીકરો સુરેશભાઈ લખમણભાઈ જીડીયા અને પુત્રવધૂ ચકુબેન ગાબુએ રમેશભાઈ ગાબુ પર હુમલો કર્યો હતો. આરોપી સોહીલ જીડીયાએ લોખંડના પાઇપ વડે રમેશભાઈના માથામાં માર માર્યો હતો, જ્યારે સુરેશ જીડીયા અને ચકુબેને લાકડાના ધોકા વડે તેમના માથા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ હુમલાના કારણે રમેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના મોટા દીકરા મહેશભાઈ રમેશભાઈ ગાબુએ જોરાવરનગર પોલીસ મથકે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે. જોરાવરનગર પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક રમેશભાઈ ગાબુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગરની સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ફરજ પરના ડોક્ટરે શંકાસ્પદ મોત જણાતા, મૃતદેહને FSL રિપોર્ટ માટે રાજકોટની હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અશોકભાઈ ગાબુના લગ્ન પાંચ વર્ષ પહેલાં નળિયા ગામની ચકુબેન સાથે પ્રેમલગ્ન થયા હતા. ચકુબેનના આ પહેલા બાળા ગામ અને ખાંડિયા ગામમાં પણ લગ્ન થયા હતા. તેમને એક દીકરો પણ છે જે હાલ ચકુબેન સાથે રહે છે. અશોકભાઈ અને ચકુબેનને એક નાની દીકરી પણ છે.
    Click here to Read More
    Previous Article
    ઝડપની મજામાં જીવ ગુમાવ્યો:માણસા પાંજરાપોળ વળાંક પાસે ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત, ટ્રકના પાછળના ટાયર નીચે આવી જતા યુવકનું ઘટનાસ્થળે જ મોત
    Next Article
    લીમખેડામાં AAPની 'વિજય વિશ્વાસ સભા':અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સભાસ્થળે પહોંચ્યા, જનમેદની ઉમટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment