Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બસ મુસાફરોની સુવિધામાં વધારો:ભુજથી પાલીતાણા વાયા રાજકોટ નવી સ્લીપર બસ સેવાનો આરંભ

    1 day ago

    ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ દ્વારા પ્રવાસીઓની માંગણી તેમજ પ્રવાસીઓના ધસારાને અનુલક્ષીને ભુજથી પાલીતાણા વાયા રાજકોટને જોડતી નવીન સ્લીપર બસ સેવાનો 26 માર્ચ ગુરૂવારથી આરંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને જૈન સમાજના અગ્રણીઓની હાજરીમાં આ બસને પ્રસ્થાન કરાવાયું હતું. ભુજ થી પાલીતાણા બસ દરરોજ ભુજથી સાંજે 16:45 કલાકે ઉપડી પાલીતાણા સવારે 2:45 કલાકે પહોંચશે તેમજ પાલીતાણાથી સાંજે 8 કલાકે ઉપડી ભુજ સવારે 5:50 કલાકે પહોંચશે. આ સ્લીપર બસ સેવામાં પ્રવાસીઓ માટે એકતરફી ભાડુ ભુજ થી પાલીતાણા રૂ. 455/- રહેશે.આ બસ ભુજથી ઉપડી વાયા અંજાર, ગાંધીધામ, મોરબી, રાજકોટથી પાલીતાણા રૂટ પર ચાલશે. વધુમાં ભુજથી અમદાવાદ વાયા શંખેશ્વર બસ દરરોજ ભુજથી સાંજે 18:30 કલાકે ઉપડી અમદાવાદ સવારે 5:00 કલાકે પહોંચશે તેમજ અમદાવાદથી સાંજે 18:00 કલાકે ઉપડી સવારે 4:30 કલાકે વાયા શંખેશ્વર થઈને ભુજ પહોંચશે. આ સ્લીપર બસ સેવાનું પ્રવાસીઓ માટે એકતરફી ભાડુ ભુજ થી અમદાવાદ રૂ. 463/- રહેશે.જેનો પ્રારંભ તા. 1 એપ્રિલ બુધવારથી થશે આ બસ અંજાર, ગાંધીધામ, રાધનપુર, શંખેશ્વરથી અમદાવાદ રૂટ પર ચાલશે. જેમાં સૌરાષ્ટ્ર તેમજ ઉતર ગુજરાત તરફના પ્રવાસીઓને મહત્તમ લાભ મળી રહેશે.
    Click here to Read More
    Previous Article
    ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવવાના દ્વાર ખુલ્યા:કચ્છની 350 ખાનગી શાળામાં RTE હેઠળ પ્રવેશ
    Next Article
    ભુજનું 450 વર્ષ જૂનું રઘુનાથજી મંદિર:રઘુનાથજી મંદિર શહેરની સ્થાપના સમય જેટલું જ જૂનું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment