Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવવાના દ્વાર ખુલ્યા:કચ્છની 350 ખાનગી શાળામાં RTE હેઠળ પ્રવેશ

    1 day ago

    ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ખાનગી શાળાઓમાં મફત પ્રવેશની પ્રક્રિયા જાહેર કરાઈ છે. આ યોજના અંતર્ગત કચ્છ જિલ્લામાં આવેલી અંદાજે 400 જેટલી ખાનગી શાળા પૈકી નિયત ક્રાઈટેરિયામાં આવતી 350 જેટલી શાળામાં વંચિત અને નબળા વર્ગના બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. જે બાળકોએ 1 જૂન 2026ના રોજ 6 વર્ષ પૂર્ણ કર્યા હોય, તેઓ આ યોજના હેઠળ પ્રવેશ મેળવવા માટે પાત્ર ગણાશે. RTEના કારણે અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી બાળકો માટે પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવવાના દ્વાર ખુલ્યા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા અગ્રતાક્રમ મુજબ, અનાથ બાળકો, સંભાળની જરૂરિયાતવાળા બાળકો, બાલગૃહના બાળકો અને સ્થળાંતરિત મજૂરોના બાળકોને પ્રવેશમાં પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ ઉપરાંત દિવ્યાંગ બાળકો, શહીદ જવાનોના સંતાનો અને જે માતા-પિતાને એકમાત્ર દીકરી હોય તેવા પરિવારોને પણ વિશેષ પ્રાધાન્ય મળશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક-શૈક્ષણિક રીતે પછાત વર્ગના બાળકો પણ આ મફત શિક્ષણ યોજનાનો લાભ લઈ શકશે. આ સિવાય રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો તેમજ સામાન્ય કેટેગરીના બાળકો સહિત તમામ લાભ લઇ શકશે. કચ્છ જેવા ભૌગોલિક રીતે મોટા જિલ્લામાં આ યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. પ્રવેશ ઈચ્છતા વાલીઓએ આગામી 5 એપ્રિલ શનિવારથી 16 એપ્રિલ શુક્રવાર દરમિયાન નિર્ધારિત વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જરૂરી દસ્તાવેજોની યાદી વાલીઓ સવાર કે બપોરની સ્કૂલ શિફ્ટ પસંદ કરી શકશે શૈક્ષણિક વર્ષ 2025-26 થી વાલીઓ ફોર્મ ભરતી વખતે પોતાની પસંદગીની પાળી (શિફ્ટ) પસંદ કરી શકશે. અત્યાર સુધીના કિસ્સામાં જોવા મળતું હતું કે, જે શાળામાં સવાર અને બપોર એમ બે પાળી ચાલતી હોય ત્યાં સવારની પાળીમાં મોટાભાગે સંપન્ન પરિવારના બાળકોને પ્રાધાન્ય મળતું હતું. જોકે, હવે શિક્ષણ નિયામકની કચેરીએ RTE પોર્ટલમાં ફેરફાર કર્યો છે. હવે પોર્ટલ પર માત્ર શાળાની ખાલી બેઠકો જ નહીં, પરંતુ સવાર અને બપોરની પાળીની વિગતો પણ દર્શાવવામાં આવશે. ઓનલાઇન ફોર્મ જમા કરાવવાનું નથી વાલીઓએ ઓનલાઈન પોર્ટલ પર આરટીઇ પ્રવેશ માટે ફોર્મ ભરવાના છે તેમજ તમામ પુરાવા પણ ઓનલાઇન અપલોડ કરવાના છે.ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની છે.ઓનલાઇન ભરેલું ફોર્મ હાલ તબક્કે ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં. આવક મર્યાદામાં વધારો : અગાઉ ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તાર માટે રૂ. 1.50 લાખની મર્યાદા હતી. જોકે હવે વર્ષ 2025-26 માટે આ મર્યાદા વધારીને 6 લાખ કરી દેવામાં આવી છે. આ નિર્ણયને કારણે હવે વધુ સંખ્યામાં પરિવારો RTE હેઠળ મફત શિક્ષણનો લાભ લઈ શકશે. મહત્વની સમયરેખા
    Click here to Read More
    Previous Article
    પેનિક બૂકિંગનો માહોલ સર્જાયો:અછતની અફવાએ એલપીજી બુકિંગ દિવસના 1 હજારને પાર
    Next Article
    બસ મુસાફરોની સુવિધામાં વધારો:ભુજથી પાલીતાણા વાયા રાજકોટ નવી સ્લીપર બસ સેવાનો આરંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment